વહેલી પરોઢિયે 4 વાગ્યા ની આસપાસ માં નાનાપોઢા પોલીસ મથકના હદ વિસ્તાર માં આવેલા એક ગામ માં થી પીકઅપ વાન માં બે ગાય ચોરી ને તસ્કરો જતા હોવાની બાતમી નાનાપોઢા પોલીસના મોબાઈલ વાન ને મળતા તેમણે બાતમી વાળી પીકઅપ વાન નો પીછો કર્યો હતો જોકે તે પીકઅપ નાનાપોઢા પોલીસ સ્ટેશન ની હદ છોડી કપરાડા પોલીસ મથકની હદ ના એક ગામ માં પ્રવેશ કરતા પોલીસ ની મોબાઈલ વાન દ્વારા કપરાડા પી એસ આઈ ને જાણકારી આપતાવમાં આવતા પી એસ આઈ ભાદરકા અને તેની ટિમ અન્ય એક પોલીસ મોબાઈલ લઇ ને ગૌતસ્કરો નો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો જોકે પોલીસ થી બચવા ગૌતસ્કરો એ તેમની પીકઅપ માંથી પથ્થરો પોલીસના વાહનો ઉપર ફેંક્યા હતા જેમાં પોલીસ ની જીપ ને નુકશાન થયું હતું તો ગૌ તસ્કરો ની પીકઅપ કરજુન ગામે ઘોડમાળ ફળીયા માં વળી જતા ત્યાં થી અન્ય સ્થળે જવાનો કોઈ માર્ગ ના હોય પોલીસે પરત આવતી ગૌતસ્કરોનું વાહન રોકવા જતા તસ્કરો એ પોલીસ ના માણસો અને તેમના વાહન ઉપર પીકઅપ ચઢવી દવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સ્વબચાવ માં પી એસ આઈ ભાદરકા દ્વારા ગૌતસ્કરો સામે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું જે બાદ પોલીસ ની જીપ ને ટક્કર મારી તેમજ પથ્થર મારો કરતા તેઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા જોકે સમગ્ર ઘટના માં એક હોમ ગાર્ડ અને નાનાપોઢા હેડ કોન્સ્ટેબલ ને માથા ના અને પગ ના ભાગે ઈજાઓ પોહચી હતી