
૧૯ ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જે માટે દરેક જગ્યા ઉપર અત્યારથી જ ગ્રામીણ કક્ષાએ રાજકારણ ગરમાયું છે આજે શનિવાર તારીખ ૪ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની સરપંચ પદની ઉમેદવારી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાને લઈને વલસાડ જિલ્લાના તાલુકાઓમાં 2225 જેટલા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે
વલસાડ જિલ્લાના છ તાલુકાની વાત કરીએ તો કપરાડા તાલુકા માટે સરપંચ પદ માટે 342 ઉમેદવારી ફોર્મ જ્યારે વોર્ડના સભ્યો માટે 355 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે ધરમપુર તાલુકામાં આજે અંતિમ દિવસે કુલ 234 જેટલા ઉમેદવારી ફોર્મ સરપંચ પદ માટે જ્યારે 923 જેટલા ફોર્મ વોર્ડના સભ્યો માટે ભરાયા છે પારડી તાલુકા ની વાત કરીએ તો સરપંચ પદ માટે 183 ઉમેદવારી ફોર્મ જ્યારે વોર્ડના સભ્યો માટે 970 ઉમેદવારી ફોર્મ ભરાયા છે વાપી તાલુકા માટે સરપંચ પદના ઉમેદવાર માટે 97 જેટલા ઉમેદવારી ફોર્મ જ્યારે વોર્ડના સભ્યો માટે 687 જેટલા ઉમેદવારી ફોર્મ નોંધાયા છે વલસાડ તાલુકાની વાત કરીએ તો 308 જેટલા ફોર્મ સરપંચ પદ માટે જ્યારે ૧૫૪૫ જેટલા ઉમેદવારી ફોર્મ વોર્ડના સભ્યો માટે ભરવામાં આવ્યા છે જ્યારે ઉમરગામ તાલુકામાં સરપંચપદ માટે કુલ ૧૪૪ જેટલા ઉમેદવારી ફોર્મ અને સભ્યપદ માટે ૧૨૦૦ જેટલા ઉમેદવારી ફોર્મ આજે અંતિમ દિવસે નોંધાયા છે આમ વલસાડ જિલ્લામાં ત્રણસો ચોત્રીસ જેટલી ગ્રામ પંચાયતો માટે સરપંચ પદ માટે 2225 ઉમેદવારી ફોર્મ જ્યારે વોર્ડના સભ્યો માટે 6542 જેટલા ઉમેદવારી ફોર્મ નોંધાયા છે ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 7-12-2019 છે જ્યારે ઉમેદવારીપત્રો ચકાસણી ની તારીખ 6 ડિસેમ્બર 2021 છે જો કે હવે પછી દરેક ગ્રામ પંચાયત ઉપર સ્પષ્ટ ચિત્ર તારીખ 7 ડિસેમ્બર 2021 બાદ જ જોવા મળશે





