ભારતીય જૈન સંગઠન વાપી દ્વારા સરદાર વલ્લભભાઈ સ્કૂલમાં સ્માર્ટ ગર્લ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ધો.૧૨ ની વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે સુરતથી સ્માર્ટ ગર્લ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો.હર્ષિતા જૈન મોટિવેશનલ સ્પીકર તરીકે પધાર્યા હતા. જેમણે બે દિવસ દરમિયાન અલગ-અલગ સેશનમાં છોકરીઓને સ્વ-રક્ષણ અને અન્ય ઘણી સફળ જીવન જીવવાની યુક્તિઓ શીખવી હતી. ઉપરાંત ગુજરાત અગેઈન્સ્ટ ડાયાબિટીસ પ્રોજેક્ટના પ્રમુખ મીના સમર ગુજરાત બીજેએસ ના જનરલ સેક્રેટરી શ્રીમતી મોનિકા મંડોટ પણ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ૨ દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીનીઓ તેમના જીવનને નવી દશા અને દિશા આપવા માટે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન સમારોહમાં બાળકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તેમના જીવનને નવી દિશા આપશે. ભારતીય જૈન સંગઠનના પ્રમુખ શ્રી રમેશભાઈ કોઠારીએ વાપીની અન્ય શાળાઓમાં પણ આ રીતનાં કાર્યક્રમ શરૂ કરવા તેમજ ગુજરાત અગેઈન્સ્ટ ડાયાબિટીસ પ્રોજેક્ટ મુજબ વાપીમાં આ રીતેની શિબિર નું આયોજન કરવા માટે હાકલ કરી હતી. સાથે વાપી માં ડાયાબીટીસ કેમ્પ નિ:શુલ્ક રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભારતીય જૈન સંઘના મંત્રી સંજયભાઈ ભંડારીએ મુખ્ય વક્તા અને ઉપસ્થિત મુખ્ય મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તેરાપંથ મહિલા મંડળ વાપીના પ્રમુખ કરૂણા વાગરેચા, હેમા બોથરા, ટીના વાગરેચા અને બીજેએસ ટીમ તરફથી રમેશભાઈ તલેસરાએ હાજરી આપી હતી. શાળાનાં પ્રમુખ હરિલાલ સાથે ડુંગરમલ હિંગડ, પ્રવીણ તલેસરા, પારસ મહેતા, પ્રકાશ જૈન, બાબુલાલજી, સંપતજી કોઠારી, પીયુષજી જૈન વગેરે અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Breaking News
ગણેશોત્સવ નિમિત્તે 300 ગણેશ મૂર્તિનું વિતરણ, રક્તદાન કેમ્પમાં 25 બોટલ રક્ત એકત્ર
વલસાડ જિલ્લામાં ગઈકાલે સરેરાશ 0.33 ઇંચ વરસાદ, કુલ મોસમી વરસાદ 110.74 ઇંચ
વાપીમાં રૂ. ૨૧૩.૬૦ કરોડનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનાં ૧૦ વિકાસકામોને મંજૂરી
“Fake Police Officers, Stolen Gold! Valsad LCB Cracks Irani Gang Network
વાપી, ઉમરગામમા પાનના ગલ્લે બેસી રહેતા, જમીન દલાલોનો રાફડો
વલસાડ જિલ્લા- દમણ -દાદરા-નગરહવેલી કેટરિંગ એસોસિએશનની AGM યોજાઈ હતી અને નવી ટીમની રચના કરવા માં આવેલ હતી.











