વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૫૫૨ લાખના ખર્ચે વિવિધ ૧૨ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે કરાયા હતા.
આજે ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામોમાં રૂ.૨૦૦ લાખના ખર્ચે નિર્માણ થનારા પારનેરા પારડી ને.હા.નં.૮ સુધી સુગર ફેક્ટરી, વાડી ફળિયા અને વાંકી ફળિયા જોઇનિંગ વલસાડ ધરમપુર રોડ, રૂ.૧૦૨ લાખના ખર્ચે વલસાડ પારનેરા પારડી રેલવે ફાટકથી બારચાલી ખોખરા ફળિયા અને સુગર ફેકટરી સુધી, રૂ.૩૫ લાખના ખર્ચે પારનેરા પારડી ચકનોરી ફળિયા રોડ, પારનેરા પારડી નલ સે જલ યોજના કાર્યક્રમ હેઠળ પાઇપ લાઇનના કામો, રૂ.૬૪ લાખના ખર્ચે મગોદ મુખ્ય રસ્તાથી હળપતિવાસ જોઇનીંગ સીવીલ રોડ, રૂ.૫૧૦ લાખના ખર્ચે મગોદ ડુંગરી મોટી છાપરી દરિયાકાંઠા જોઇનિંગ નારિયા છેડા રોડ, રૂ.૩૬ લાખના ખર્ચે મગોદ ડુંગરી ગામે પાણીની ટાંકી, રૂ.૪૧૯ લાખના ખર્ચે દિવેદ, હરિયા જૂથ યોજનામાં સમાવિષ્ટ ૧૧ ગામોમાં પૂરતા સ્ટોરેજ, ઊંચી ટાંકી તથા પાઇપલાઇનના નલ સે જલ યોજના હેઠળના કામો, રૂ.૪૫ લાખના ખર્ચે દિવેદ આહીરવાસ રોડ, રૂ.૨૭ લાખના ખર્ચે ભગોદ પાંડુરંગ શાષાી ઉપવન રોડ, રૂ.૩૦ લાખના ખર્ચે નનકવાડા વિલેજ તથા ફળિયા રોડના કામોનો થાય છે. આ અવસરે રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન દીર્ઘદ્રષ્ટિ રાખી પ્રજાજનોની સામૂહિક જરૂરિયાતને પ્રાધાન્ય આપી અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી ગુજરાતની પ્રગતિની શરૂઆત કરી હતી, જેના થકી આજે સમગ્ર ગુજરાતમાં સમતોલ વિકાસ શક્ય બન્યો છે. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી આપવાની સાથે પૂરતા દબાણથી વીજળી મળે તે માટે દરેક વિસ્તારોમાં ૬૬ કે.વી સબ સ્ટેશન સ્થાપિત કરાયા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જીવન માટે જરૂરી પાણી દરેક ઘરમાં નળથી મળી રહે તે માટે નલ સે જલ યોજનાની કામગીરી પુર ઝડપે પ્રગતિમાં છે, જે સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે. સમગ્ર વલસાડ જિલ્લામાં ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓની કામગીરીઓ થઈ રહી છે, તેમ તેમણે વધુમાં હતું. દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રજાજનોની જરૂરિયાતને ધ્યાને રાખી તેમની મુખ્ય સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયા હોવાનું જણાવી ગામના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલે કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી. વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે તેમના વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કમલેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ શ્રીમતી દેવાંશીબેન પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ગીરીશભાઈ ટંડેલ, તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી આશીષભાઈ ગોહિલ, સંબંધિત ગામોના સરપંચ, પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલ, જિલ્લા પંચાયત નાયબ કાર્યપાલક ઈજનેર નિલયભાઈ નાયક, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.