Breaking News
રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આહવા તાલુકાના ધવલીદોડ ગામે સ્થાનિક ગ્રામજનો સાથે ‘ખાટલા બેઠક’ યોજી : ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા? ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર: વાપીની કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોની સુવિધા વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ લીધી મુલાકાત સુપામાં 5થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી 

કપરાડામાં શિક્ષકના આપઘાત બાદ કામના ભારણ અને માનસિક દબાણ પર સવાલો

On: October 6, 2026 4:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


નીલોશી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ જાદવના મોતથી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો પર વધતા કામના ભારણ અંગે ફરી ચર્ચા શરૂ, આટલી હદે માનસિક દબાણ કોમ આપી રહ્યું હતું એ અંગે પણ તપાસ થવી જોઈએ. આત્મહત્યા સુધીની દુશપ્રેરણા આપનાર સામે પણ ગુનો દાખલ થવો જોઈએ

દિવંગત શિક્ષક ની ફાઈલ તસ્વીર

કપરાડા તાલુકાના દીવસી ટોકરપાડા ફળિયામાં નીલોશી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ લાછીયાભાઈ જાદવ, ઉંમર 53 વર્ષના આપઘાતના બનાવથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. કપરાડા પોલીસમાં નોંધાયેલી અકસ્માત મોતની નોંધ મુજબ, શંકરભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાની માહિતી સામે આવી છે.
શિક્ષકનું મુખ્ય કામ બાળકોને શિક્ષણ આપવાનું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોને શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિવિધ વહીવટી અને સરકારી કામગીરી પણ સોંપાતી હોવાની ચર્ચા છે. આ વધતી જવાબદારીઓનો સીધો પ્રભાવ શિક્ષકોના દૈનિક કામકાજ અને માનસિક સ્થિતિ પર પડતો હોવાની ફરિયાદો પણ સામે આવતી રહી છે.

અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન હાજરી પડકારરૂપ
કપરાડા તાલુકાના અનેક અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હજુ પણ મોટો પડકાર છે. આવી સ્થિતિમાં શિક્ષકો માટે ઓનલાઈન હાજરી સહિતની ડિજિટલ કામગીરી સમયસર પૂર્ણ કરવી મુશ્કેલ બની શકે છે.

કેટલાક વિસ્તારોમાં શાળાની અંદર નેટવર્ક ઉપલબ્ધ ન હોવાથી શિક્ષકોને નેટવર્ક મેળવવા માટે શાળાથી દૂર અથવા ઊંચાઈવાળા સ્થળે જવું પડતું હોવાની રજૂઆતો પણ થાય છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણ કાર્યની સાથે ઓનલાઈન અને વહીવટી કામગીરીનો વધારાનો બોજ શિક્ષકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
શંકરભાઈ જાદવના મૃત્યુ પાછળ ચોક્કસ કારણ શું હતું તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તેમના મૃત્યુને સીધું કામના ભારણ અથવા કોઈ ચોક્કસ અધિકારીના દબાણ સાથે જોડવું યોગ્ય નહીં બને. જોકે, આ બનાવે અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા શિક્ષકોની કામગીરીની પરિસ્થિતિ અને તેમના પર રહેલા કામના દબાણ અંગે ગંભીર પ્રશ્નો ચોક્કસ ઊભા કર્યા છે.


અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષકો માટે શાળાએ પહોંચવાથી લઈને નેટવર્ક, ઓનલાઈન કામગીરી, સરકારી રિપોર્ટિંગ, વિવિધ સર્વે અને અન્ય વહીવટી જવાબદારીઓ સુધી અનેક પડકારો હોય છે. તેની સાથે પરિવારની જવાબદારી પણ શિક્ષકોએ નિભાવવાની હોય છે. આ તમામ બાબતો વચ્ચે શિક્ષકો માટે કામકાજનું વાતાવરણ વધુ સરળ અને સહાયક બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચા જરૂરી બની છે.
આ બનાવ બાદ સૌથી મોટો સવાલ એ છે કે અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા શિક્ષકોને ઓનલાઈન કામગીરી માટે પૂરતી ટેકનિકલ સુવિધા મળે છે કે નહીં? શિક્ષકોને સોંપવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ કેટલું છે? અને સતત કામના દબાણ વચ્ચે શિક્ષકોની માનસિક સુખાકારી માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં?
પોલીસે BNSS-2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ અને તેમાં કોઈ અન્ય પરિબળની ભૂમિકા હતી કે નહીં તે તપાસનો વિષય છે. પરંતુ આ ઘટનાએ શિક્ષકો પરના કામના ભારણ, અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ સુવિધાઓ અને માનસિક સહાય અંગે તંત્રએ ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશભાઈ ગરાસીયા  અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને શિક્ષક આલમમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આહવા તાલુકાના ધવલીદોડ ગામે સ્થાનિક ગ્રામજનો સાથે ‘ખાટલા બેઠક’ યોજી :

પિતા અને પુત્રના સંબંધોની હૃદયસ્પર્શી અને હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ ૨૬ નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!

કોંગ્રેસના આંતરિક જૂથવાદ વચ્ચે કુંજાલી પટેલને પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખની જવાબદારી, વિરોધીઓના રાજકીય દાવને મોટો ઝટકો

ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા?

ધરમપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે યુવાનો સાથે કર્યો સંવાદ, બિરસા મુંડાના આદર્શો અપનાવવા આહ્વાન

વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે

error: Content is protected !!