Breaking News
ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા? ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર: વાપીની કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોની સુવિધા વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ લીધી મુલાકાત સુપામાં 5થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી  સંગઠન માં ઉચ્ચહોદ્દા ઉપર રેહનારા હવે સરપંચની ચૂંટણી લડવાના સ્વપ્ન સેવી રહ્યા છે 

પિતા અને પુત્રના સંબંધોની હૃદયસ્પર્શી અને હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ ૨૬ નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!

On: November 25, 2026 10:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 નવેમ્બર: ગુજરાતી મનોરંજનના સૌથી મોટા પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ ૨૬ નવેમ્બરના રોજ સ્ટ્રીમ થવા જઈ રહી છે.
ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો મનોજ જોશી, ભવ્ય ગાંધી, કેતકી દવે, શ્રદ્ધા ડાંગર અને જોની લીવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
‘પપ્પા તમને નહીં સમજાય’ એ પિતા હસમુખલાલ મહેતા (મનોજ જોશી) અને તેમના પુત્ર મુંજાલ મહેતા (ભવ્ય ગાંધી) વચ્ચેના ખાસ સંબંધોની વાર્તા છે. મુંજાલ કોલેજ જીવનમાં પ્રવેશે છે ત્યારે પિતા અને પુત્ર વચ્ચે ‘જનરેશન ગેપ’ (પેઢીનું અંતર) સર્જાય છે. આધુનિક વિચારસરણી ધરાવતા દીકરા અને પરંપરાગત પિતા વચ્ચેના મતભેદો, ગેરસમજો અને આ અંતરને દૂર કરવા માટે હસમુખલાલ દ્વારા કરવામાં આવતા હૃદયસ્પર્શી તેમજ હાસ્યજનક પ્રયાસો ફિલ્મને અત્યંત રસપ્રદ બનાવે છે.
આ ખાસ રિલીઝ અંગે વાત કરતા જોજો (JOJO) એપના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમે ‘જોજો’ પર હંમેશા એવું કન્ટેન્ટ લાવવાનો પ્રયાસ કરીએ છીએ જે દરેક ગુજરાતી પરિવારને એકસાથે બેસીને જોવું ગમે. ‘પપ્પા તમને નહીં સમજાય’ માત્ર એક કોમેડી ફિલ્મ નથી, પરંતુ દરેક ઘરની વાર્તા છે—જેમાં પિતાનો પ્રેમ, સંતાનોની મહત્વાકાંક્ષા અને બે પેઢી વચ્ચેનો સંવાદ ખૂબ જ સુંદર રીતે વણાયેલો છે. ૨૬ નવેમ્બરથી અમારા દર્શકો આ શાનદાર ફિલ્મનો આનંદ ઘરે બેઠા માણી શકશે તેનો અમને ખૂબ આનંદ છે.”
હાસ્ય, લાગણી અને પારિવારિક મૂલ્યોથી ભરપૂર આ ફિલ્મ ૨૬ નવેમ્બરથી માત્ર ‘જોજો’ એપ પર ઉપલબ્ધ થશે. તો પરિવાર સાથે આ ખાસ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાઓ—કારણ કે મનોરંજનનો અસલી ખજાનો એટલે ‘જોજો પર જોજો’!
જોજો (JOJO) એપ વિશે :‘જોજો’ (JOJO) એ વિશ્વની નંબર ૧ ગુજરાતી OTT એપ છે, જે ૧૭૭થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓને તેમની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડે છે. દર અઠવાડિયે નવી ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને શોઝ સાથે ‘જોજો’ સમગ્ર વિશ્વના ગુજરાતી પરિવારોનું મનપસંદ મનોરંજન પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કોંગ્રેસના આંતરિક જૂથવાદ વચ્ચે કુંજાલી પટેલને પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખની જવાબદારી, વિરોધીઓના રાજકીય દાવને મોટો ઝટકો

ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા?

ધરમપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે યુવાનો સાથે કર્યો સંવાદ, બિરસા મુંડાના આદર્શો અપનાવવા આહ્વાન

વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે

અંકલેશ્વરથી રાષ્ટ્રીય ઓળખ સુધી: તૌસીફ પંચભાયા ઉર્ફે ટાઇગરટીહને રેવા રત્ન એવોર્ડ 2026થી સન્માનિત કરાયા

હિમેટોકોન 2026માં 4,000 પ્રતિનિધિઓ અને 200 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે

error: Content is protected !!