Breaking News
ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા? ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર: વાપીની કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોની સુવિધા વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ લીધી મુલાકાત સુપામાં 5થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી  સંગઠન માં ઉચ્ચહોદ્દા ઉપર રેહનારા હવે સરપંચની ચૂંટણી લડવાના સ્વપ્ન સેવી રહ્યા છે 

કોંગ્રેસના આંતરિક જૂથવાદ વચ્ચે કુંજાલી પટેલને પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખની જવાબદારી, વિરોધીઓના રાજકીય દાવને મોટો ઝટકો

On: November 23, 2026 6:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કુંજાલી પટેલની સંગઠનાત્મક કામગીરી, યુવાનો સાથેનો સંપર્ક અને લોકો વચ્ચે તેમની સક્રિયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા તેમને તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી

નાનાપોંઢા તાલુકાની રચના બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલ અને યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ હવે નવા વળાંક પર પહોંચી છે. તાલુકા પ્રમુખ દ્વારા કુંજાલી પટેલને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાત બાદ પણ કુંજાલી પટેલે કોંગ્રેસનું સ્નેહમિલન યોજી પોતાની રાજકીય તાકાત અને જનસમર્થનનો પરિચય આપ્યો હતો.
કુંજાલી પટેલની વધતી જતી લોકપ્રિયતા અને લોકો વચ્ચે સતત સક્રિય રહેવાની કામગીરીને પગલે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ખેંચતાણ વધુ તેજ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલે કપરાડા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા કુંજાલી પટેલને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી તેમને અપક્ષ સભ્ય તરીકે ગણવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.


જોકે, બીજી તરફ કુંજાલી પટેલની સંગઠનાત્મક કામગીરી, યુવાનો સાથેનો સંપર્ક અને લોકો વચ્ચે તેમની સક્રિયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા તેમને તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકના પત્રમાં પણ તેમની કુશળતા આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને યુવાનોમાં વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આમ, એક તરફ સ્થાનિક સ્તરે કુંજાલી પટેલને પક્ષમાંથી બહાર રાખવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા છે, તો બીજી તરફ પ્રદેશ યુથ કોંગ્રેસે તેમના પર વધુ મોટી જવાબદારી સોંપીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રદેશ કક્ષાએ મળેલી આ નવી જવાબદારીને પગલે સ્થાનિક રાજકારણમાં કુંજાલી પટેલના વિરોધીઓના પ્રયાસોને મોટો રાજકીય ઝટકો લાગ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. હવે પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કુંજાલી પટેલ આગામી દિવસોમાં સંગઠનમાં કેવી ભૂમિકા ભજવે છે અને સ્થાનિક રાજકીય સમીકરણો પર તેની કેવી અસર પડે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા?

ધરમપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે યુવાનો સાથે કર્યો સંવાદ, બિરસા મુંડાના આદર્શો અપનાવવા આહ્વાન

વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે

અંકલેશ્વરથી રાષ્ટ્રીય ઓળખ સુધી: તૌસીફ પંચભાયા ઉર્ફે ટાઇગરટીહને રેવા રત્ન એવોર્ડ 2026થી સન્માનિત કરાયા

હિમેટોકોન 2026માં 4,000 પ્રતિનિધિઓ અને 200 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે

ધરમપુરના નાની ઢોલડુંગરી ગામના માવલી માતાના દરબારમા નવા વર્ષ નિમિતે યોજાયો ભવ્ય ગરબા કાર્યક્રમ.

error: Content is protected !!