માતૃભૂમિ ડેરી કંપનીમાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, 86 હજારના મુદ્દામાલ સાથે 4 આરોપી પકડાયા

On: October 6, 2026 2:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

માતૃભૂમિ ડેરી કંપનીમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની લોકોમાં ચર્ચા હતી અને અગાઉ પણ એલ્યુમિનિયમ ની 300 કિલોની પ્લેટ ચોરી નો કિસ્સો બહાર આવ્યો હતો પોલીસ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો ઘણી ચોરી બહાર આવે તેમ છે. અને અન્ય ચોરીના ભેદ પણ ઉકેલવામાં સફળતા મળે એવી શક્યતા ગામના લોકોએ વ્યક્ત કરી છે.ચોરીનો ભંગાર ખરીદી કરનારા ભંગારિયા સામે પણ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ

નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદમાં નાનાપોંઢા ગામે આવેલી માતૃભૂમિ ડેરી પ્રા.લી. કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાનાપોંઢા પોલીસે 4 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

નાનાપોંઢા ગામે તા.15/06/2025 ના 10.30 વાગ્યાથી તા.03/10/2026 ના 17.00 વાગ્યા દરમિયાન હરકોઈ વખતે મોજે નાનાપોંઢા મુસ્લીમ ફળિયામાં આવેલી કંપનીના મુખ્ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ કરી મશીનરી સાથે જોડાયેલા પીળા, લાલ અને બ્લ્યુ કલરના કવર વાળા એલ્યુમિનિયમના 1200 મીટર કેબલ વાયર કિં.રૂ.55,000 ની ચોરી થઈ હતી. જે અંગે ગુ.ર.નં.11200040261444/2025 BNS કલમ 331(3),331(4),305(એ) મુજબ ગુનો નોંધાયો હતો.

આ ચોરીને પકડવા સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક ડો.સંદીપ ટી. (IPS) ધરમપુર વિભાગના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા પો.ઈન્સ. એમ.એન.કાતરીયાએ અલગ ટીમો બનાવી સ્થળના અને આસપાસના CCTV ફૂટેજ અને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે તપાસ કરતા 4 આરોપી પકડાયા છે.

1) સાહીલ S/O સરીફ પઠાણ ઉ.28 રહે.નાનાપોંઢા મસ્જીદ ફળિયું
2) સમીર S/O શેરમોહમદ મકરાણી ઉ.23
3) શાહરૂખ સોદાગર શેખ ઉ.25 રહે.ત્રણેય નાનાપોંઢા
4) કૌશિક છોટેલાલ યાદવ ઉ.23 રહે. શિવમ મીનાપાર્ક તા.નાનાપોંઢા મૂળ મડીયાહૂ જૌનપુર UP

પોલીસે તા.04/10/2025 ના 18.00 વાગ્યે 1000 મીટર એલ્યુમિનિયમ કેબલ કિં.46,000, ચોરીમાં વપરાયેલ સ્પ્લેન્ડર GJ-15-AC-6085 કિં.10,000, એક્ટિવા GJ-15-EF-9548 કિં.20,000 અને 2 મોબાઈલ કિં.10,000 મળી કુલ 86,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપી શાહરૂખનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે અગાઉ 2023 માં નાનાપોંઢા પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. અન્ય મુદ્દામાલ રીકવર કરવાની તજવીજ ચાલુ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!