પારડી તાલુકાના પરિયા લાગીયા ફળિયા ખાતે રહેતો ધ્રુવી મહેન્દ્રભાઈ પટેલ ઉમર વર્ષ 6 પરિયા હરીનગર ખાતે આવેલી સ્કૂલમાં ધોરણ એક માં અભ્યાસ કરતો હતો જે આજરોજ સ્કૂલથી રજા મળ્યા બાદ પોતાના અન્ય મિત્રો સાથે ચાલતો પોતાના ઘરે જઈ રહ્યો હતો આ દરમિયાન વરના કાર નંબર GJ15 સી.એલ 0668 ના ચાલકે ગફલત ભરી રીતે કાર હંકારી લાવી ગોઇમાં પરીયા જતા માર્ગ પર હરીનગર પાસે ધ્રુવને અડફેટમાં લીધો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આજુબાજુના લોકો અકસ્માતને પગલે દોડી આવતા આ વરના કારમાં જ તેને પારડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે ધ્રુવીશ ને મૃત જાહેર કર્યો હતો અકસ્માતમાં છ વર્ષીય બાળકનું મોત થતા પારડી હોસ્પિટલ બહાર કારચાલકો સાથે બબાલ નો માહોલ સર્જાયો હતો આ દરમિયાન ત્યાં પરિયા ગામના સરપંચ દીક્ષાંત પટેલે ગ્રામજનોને તથા ધ્રુવિશના પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડયો હતો અને પારડી પોલીસ પણ આ કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અહીં ખાસ નોંધનીય છે કે આ કારમાં ગ્રામ સેવક એવા અરનાલા ભુલા ફળિયા ખાતે રહેતો શશીકાંત શંકરભાઈ પટેલ હતો તેની સાથે પાટી ગામ નો સરપંચ જીતુ પટેલ પણ કારમાં હતો અને આ બંને પારડી તાલુકા પંચાયત ખાતે આવી રહ્યા હતા પરંતુ હાલમાં તો આ ગ્રામ સેવકને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે