વલસાડના એડવોકેટ તથા નોટરી પ્રવીણ ડી. પટેલ ( પી. ડી. ) ની ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ વિધિ ( કાયદાવિષયક ) ( લીગલ ) સેલના પ્રદેશ સદસ્ય તરીકે પસંદગી

0
264

વલસાડ જિલ્લા ભાજપ લીગલ સેલના પ્રમુખ તથા છેલ્લા કેટલાક વર્ષથી સાઉથ ઝોન ભાજપ લીગલ સેલના સહ-કન્વીનર તરીકે સેવા બજાવી રહ્યા હતા. શ્રી પી. ડી. પટેલ છેલ્લા 18 વર્ષથી વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે બિરાજમાન છે તેમજ સમગ્ર ગુજરાતના પંચાશી હજાર જેટલા વકીલો ની માતૃસંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ વાઇસ-ચેરમેન તથા હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની  પ્રતિષ્ઠિત એવી જીલએલએચ કમિટી તથા શિસ્ત સમિતિ ના ચેરમેન તરીકે બિરાજમાન છે. વળી તેઓ હાલમાં સાઉથ ઝોન નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના પણ ચેરમેન છે. શ્રી પી. ડી. પટેલે તેમની પ્રદેશ લીગલ સેલમાં સદસ્ય તરીકે પસંદગી થતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી સી. આર. પાટીલજી તથા પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી તથા પ્રદેશ ભાજપ ના સૌ મહાનુભાવો તેમજ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી તથા જિલ્લા ભાજપના સૌ હોદ્દેદારશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પી. ડી. પટેલ ની વરણી ને સમગ્ર ગુજરાતના અને વલસાડ નવસારી જિલ્લાના વકીલોએ વધાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here