વલસાડ LCB એ ચોરી થયેલા 13 આઇસર ટેમ્પો અને બે બ્રેઝા કાર કબ્જે કરી આંતર રાજ્ય કૌભાંડ નો કર્યો પર્દાફાશ

0
263

વિવિધ રાજ્યો માંથી વાહનો ચોરી કરી દમણ માં રી પારસિંગ કરાવી વેચી દેતા હતા 

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદિપસિંહ ઝાલા સા.નાઓની સુચના અને એલ , સી.બી. વલસાડના પો.ઇન્સ. જે.એન.ગોસ્વામી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.વલસાડના પૌ સ.ઇ. સી એ ચ . પનારા તથા સ્ટાફના માણસો સાથે વાપી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન એ.એસ , આઇ . અલ્લારખુ અમીરભાઇ ને મળેલ ચોકકસ આધારભુત બાતમી આધારે.વાપી જી.આઇ.ડી.સી. યુ.પી.એલ ઓવરબ્રિજ પાસેથી આરોપીઓ  મહમુદ રમઝાન ખાન ઉ.વ .૪૨ રહે.હાલ . હરીઓમ એપાર્ટમેન્ટ , રૂમ ને ૧ , તીનબતી . નાનીદમણ , તાબે દમણ મુળ રહે.ગામ.તુલસીપુર , જી.બહેરાઇચ , બિહાર,  મોહમદ જાબીર અબ્દુલ ગફાર શેખ ઉ.વ .૪૬ રહે , હાલ ભિલાડ , મુલ્લાપાડા , ડેહલી , તા.ઉમરગામ જી.વલસાડ મુળ રહે , ગામ – પુરનપુર પટખાન જી . પ્રતાપગઢ યુ . પી .,  મોહમદ સલમાન મોહમદ શકીલ ઉ.વ .૨૬ રહે , હાલ , ભિલાડ , ડેહલી , મુલ્લાપાડા તા.ઉમરગામ જી.વલસાડ મુળ રહે , ગામ – પુરનપુર જી.પ્રતાપગઢ યુ.પી.  કુલ -૧૫ વાહનો તથા અલગ અલગ ચેસીસ નંબરોના લોખંડના ટુકડાઓ તથા એલ્યુમિનિયમની પ્લેટો તથા ચેસીસ ઉપસાવવાની બ્લ પ્રિન્ટો તથા અંગઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન -૫ મળી કુલ્લે કિ.રૂ .૧,૧૪,૧૦,૦૦૦ / – નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે . પકડાયેલા આરોપી ઓ છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મુંબઇ અરુણાચલ પ્રદેશ માંથી વાહનો ચોરી કરી તેને યેનકેન પ્રકારે ટોટલ લોસ વાહનો ની વગતો મેળવી ચેસીસ નમ્બર સાથે ચેડાં કરી દમણ આર ટી ઓ માંથી રી પારસિંગ કરાવી જેન્યુન ગ્રાહકો ને વેચી મારી રોકડી કરી લેતા હતા પોલીસે તેમની પાસે થી 13 આઇસર ટેમ્પો અને બે વેટોરા બ્રેઝા કાર કબ્જે કરી છે આ મામલે દમણ આર ટી ઓ વિભાગ માં કોણ તેમની મદદ કરી રહ્યું હતું અને જો એ પણ દોષિત જણાશે તો તેવા સામે પણ ચોક્કર પણે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે પોલોસે પકડાયેલા આરોપી ને  વધુ તપાસ અર્થે મુદામાલ સાથે વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે.માં સુપ્રત કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here