Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર તાલુકા કોર્ટ ખાતે મિડિયેશન સેન્ટર – મધ્યસ્થી કેન્દ્રનો પ્રારંભ કરાયો

On: October 10, 2025 10:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તથા કપરાડા કોર્ટનાં કેસોનાં પક્ષકારોને તેઓનાં કેસમાં સમાધાનની ઘર આંગણે ઉમદા તક મળશે

મીડીયેશન સેન્ટરની શરૂઆત થતાં હવે કેસોમાં સમાધાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ- નાલ્સા ની અનુશ્રામાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં નેજા હેઠળ તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાનાં જસ્ટીસ શ્રી ઓગષ્ટીન જ્યોર્જ માસીહની ઉપસ્થિતીમાં અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં મુખ્ય સંરક્ષક અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં કારોબારી અધ્યક્ષશ્રી અને જજ ગુજરાત હાઇકોર્ટ શ્રી અલ્પેશ વાય. કોગ્ઝે તથા ગુજરાત હાઇકોર્ટ કાનૂની સેવા સમિતીનાં અધ્યક્ષ અને જજ ગુજરાત હાઇકોર્ટ શ્રી એ. એસ. સુપૈયા તથા નામદાર ગુજરાત હાઇકોર્ટનાં જજ શ્રીઓની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્યનાં કુલ ૭૩ તાલુકા કોર્ટ ખાતે મીડીયેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

જે પૈકી વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકા કોર્ટ ખાતે મીડિયેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રંસગે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવશ્રી બી.જી.પોપટ તથા તાલુકા કાનૂની સેવા સમિતી, ધરમપુરનાં અધ્યક્ષશ્રી કુ. પી.આર.ધનખર તથા ધરમપુર તાલુકા બાર એસોશીયેશનનાં પ્રમુખ શ્રી જે. એ. સોલંકી તથા અન્ય હોદ્દેદારો તથા ધરમપુર મીડીયેશન સેન્ટરમાં નિયુક્ત પામનાર મીડીયેટરશ્રીઓ હાજર રહ્યા હતા. ધરમપુર કોર્ટ ખાતે મીડીયેશન સેન્ટરની શરૂઆત થતાં ધરમપુર તથા કપરાડા કોર્ટનાં કેસોનાં પક્ષકારોને તેઓનાં કેસોમાં સમાધાનની ઘર આંગણે એક ઉમદા તક મળશે. કોર્ટોમાં પેન્ડિંગ ઘણાં‌ કેસો કે જેમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી દ્વારા કાઉન્સેલીંગ કરી તેઓનાં વિવાદ અંગે પરામર્શ કરવામાં આવે તો તેઓનાં કેસનો સમાધાનથી નિવેડો લાવી શકાય છે. આ પ્રસંગે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષશ્રી કુ. નિપા સી. રાવલ નાઓ દ્વારા આ મીડીયેશન સેન્ટરની શરૂઆત થતાં હવે કેસોમાં સમાધાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે તેવી શુભેચ્છાઓ સાથે પક્ષકારો તથા વકીલોને આ મીડીયેશન સેન્ટરની સેવાનો બહોળાં પ્રમાણમાં લાભ લેવા અપીલ કરી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!