તા. 10 મી એ ગુજરાતની એકમાત્ર મોનસૂન હિલ હાફ મેરેથોન વિલ્સનહીલ પર યોજાશે

On: August 7, 2025 10:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

 લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ, જે વર્ષોથી “We Serve” ના સૂત્ર હેઠળ સમાજસેવામાં સક્રિય છે, એ મેરેથોનના માધ્યમથી દ્રષ્ટિહીન લોકોને એક નવા ભવિષ્યની આશા આપવાનો પ્રયાસ કરી રહી છે. 

વલસાડ જિલ્લાના ધરમપુર પાસે આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વિલ્સન હિલ પર આવતા રવિવાર, તા. 10 ઓગસ્ટ 2025ના રોજ SRMD WHHM 3.0 એટલે કે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિલ્સન હિલ હાફ મેરેથોનનું તૃતીય સંસ્કરણ વિશિષ્ટ રીતે આયોજિત થવા જઈ રહ્યું છે. લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટના યજમાનપદ હેઠળ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ટાઈટલ સહયોગ સાથે યોજાનાર આ મેરેથોન “આઈ ડોનેશન અવેરનેસ” જેવી ઉમદા ધારણાને કેન્દ્રમાં રાખી સમાજમાં દ્રષ્ટિદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે.

મેરેથોન અંગે પત્રકાર પરિષદમાં પ્રોજેક્ટ ચેરમેન પારસ ભટ્ટે જણાવ્યું હતું કે આ મેરેથોનની ખાસિયત એ છે કે તે ગુજરાતની એકમાત્ર મોનસૂન હિલ હાફ મેરેથોન છે, જે હવે AIMS પ્રમાણિત રૂટ ધરાવે છે. તેના રૂટ પર દોડવીરોને ગિરિમાર્ગો, વરસાદી ઝાકળ, હરિયાળો અને નયનરમ્ય દૃશ્યોનો અનુભવ મળશે, પરંતુ એ સાથે દોડવીરોનું દરેક પગલું દ્રષ્ટિહીન લોકોના માટે પ્રકાશની આશા બની રહેશે. રાજ્ય અને દેશના અનેક ભાગો તેમજ વિદેશમાંથી પણ દોડવીરો ભાગ લેશે. જેમાં કાર્પોરેટ સપોર્ટર્સ પણ જોડાઈને આ માનવતાવાદી હેતુમાં પોતાનું યોગદાન આપશે.

આ મેરેથોન માત્ર એક દોડ નહીં પરંતુ માનસિક, શારીરિક અને સામાજિક સ્વાસ્થ્ય માટેની એક સકારાત્મક પહેલ છે. જ્યાં રનર્સ ફિટનેસ માટે દોડશે, ત્યાં જ લોકોમાં દ્રષ્ટિદાન માટે જાગૃતિ ફેલાવશે. દોડમાં ભાગ લેનાર સ્પર્ધકો માત્ર પોતાને ચેલેન્જ નહીં કરે, પણ સમાજ માટે ઉમદા સંદેશ પણ આપશે. વિલ્સન હિલના ખોળે, વરસાદી વાતાવરણ વચ્ચે થનારી આ દોડ મનને તાજગી આપનાર તો છે જ, પણ જીવન બદલતી વિચારધારાને પ્રેરણા આપનારી સાબિત થશે.

આ પ્રારંભિક સવારે 6:30 વાગ્યે ફ્લેગ ઓફ સાથે આરંભ પામશે, જેમાં વિવિધ કેટેગરીમાં દોડ યોજાશે જેમાં હાફ મેરેથોન, 10 માઈલ રન, ટાઈમ રન અને ફન રનની શ્રેણીઓ સામેલ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત અને ઊર્જાસભર રીતે કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા માટે ગુજરાત પોલીસ અને વનવિભાગની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

આયોજક લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ, જે વર્ષોથી “We Serve” ના સૂત્ર હેઠળ સમાજસેવામાં સક્રિય છે, એ મેરેથોનના માધ્યમથી દ્રષ્ટિહીન લોકોને એક નવા ભવિષ્યની આશા આપવાનો પ્રયાસ કરી રહી છે. તેમના દ્વારા કરવામાં આવતી આવી પહેલો આપણાં સમાજના ઉત્કર્ષ માટે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાસ્પદ છે.

વલસાડમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રીમદ રાજચંદ્ર મિશનથી આત્મર્પિત રક્ષિતજી, લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 3232F2 ના ફર્સ્ટ વાઇસ ડીસ્ટ્રીકટ ગવેર્નંર હેમલભાઈ પટેલ, સન્ડે સ્પોર્ટ્સ ક્લબના નરેશભાઈ નાયક તેમજ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!