બગવાડા ટોલ નાકા માં ટોલ નો ભાવ વધતા ઉધોગો માં આવતા ભારે વાહનોએ ગામડા નો રોડ પકડ્યો

On: December 12, 2024 10:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ડમ્પર ટ્રકો,કન્ટેનર સહિત ના ભારે વાહનો પારડી ભેંસલા પાડા પરિયા અંબાચ થઈ બેફામ ગતિ એ વાપી જી આઈ ડી સી માં પ્રવેશ કરી રહ્યા છે આર ટી ઓ વિભાગ ઓવર લોડ જતા વાહનો સામે કાર્યવાહી કરવા માં હાથ ધ્રજે છે

તાજેતર માં જ હાઇવે ઉપર ટોલ ટેક્સ ના વહાનો ના બેફામ ભાવ વધારો નોંધાયો છે.જેને દૂર કરવા આપણા સાંસદ શ્રી એ હાઇવે ના મંત્રી ને લેખિત રજુઆત કરી છે પરંતુ એનો કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી માં વાપી જી આઈ ડી સી માં આવતા હજારો ભારે વાહનો ગામડા માંથી પસાર થતા અનેક રસ્તા ઓની ઘોર ખોદી નાખશે.કારણ કે.ટોલ નાકુ ઉપર લેવામાં આવતા બેફામ પૈસા બચાવા માટે સુરત નવસારી અંકલેશ્વર તરફ થી આવતા મોટા ભાગના ટ્રક ડમ્પરો કન્ટેનર સહિત ના વાહનો હવે પારડી ભેંસલા પાડા રોડ પરિયા અંબાચ રાતા થઈ ને વાપી જી આઈ ડી સી માં પ્રવેશ લઈ રહ્યા છે

ગ્રામીણ કક્ષા એ જ્યાં અગાઉ માર્ગ ઉપર થી એકલ ડોકલ વાહનો પસાર થતા હતા ત્યાં હાલ માં સ્થિતિ એવી છે કે રોડ ક્રોસ કરવા માટે પણ એક સમયે વિચારવુ પડે છે.વળી ભારે વાહનો ગ્રામીણ કક્ષા એ બેફામ ગતિ એ જતા હોય અકસ્માતો પણ વધી ગયા છે.રોડ રસ્તા પણ ભારે વાહનો પસાર થતા ખાડા પડી રહ્યા છે ઓવર લોડ વાહનો મોટી સંખ્યામાં દિવસ રાત ધમધમી રહ્યા છે ત્યારે અહીં થી પસાર થતા વાહનો સામે આરટીઓ વિભાગ કાર્યવાહી કરવામાં કેમ હાથ ધ્રૂજે છે એ સમજાતું નથી.હાલ તો ગ્રામીણ કક્ષાએ થી પસાર થતા ભારે વાહનો બંધ કરવમાં આવે અને આવા મોટા વાહનો હાઇવે ઉપર થી પસાર થાય એવી સ્થાનિકો માં માંગ ઉઠી છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!