Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શું તમે પણ પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના છો? તો એક વાર જાણી લેજો આ બાબત..

On: December 10, 2024 11:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચૂંટણી માં ઝંપલાવનાર આદિજાતિ અને પછાત વર્ગના ઉમેદવારોએ જાતિનું પ્રમાણ પત્ર મેળવવા સુરત ખાતે ચકાસણી સમિતિ પાસે ખરાઈ કરાવવા ની રહેશે 

આગામી દિવસમાં આવી રહેલી નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માં ઉમેદવારી કરનાર અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઉમેદવારે પોતાની બેઠક માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ ની જાતિનો દાખલો જે અગાઉ પ્રાંત કે મામલતદાર માંથી મળવાપાત્ર હતો તે હવે ખરાઈ સમિતિ સુરત ખાતે તમામ કાગડો લઈ જઈ ખરાઈ કરાવવાનો રહેશે અને તે બાદ જ તેમને જાતિનું પ્રમાણ પત્ર પ્રાપ્ત થશે પ્રાપ્ત થશે એ પ્રમાણપત્ર જ ઉમેદવારી કરવા માટે માન્ય ગણવામાં આવશે આ અંગે તમામ નગરપાલિકા વિસ્તાર અને તમામ પ્રાંત અધિકારીઓને સરકારી પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે સાથે જ તમામ રાજકીય પાર્ટીના પ્રમુખ અને રાજકીય પાર્ટીની ઓફિસો ઉપર પણ આ પરિપત્રની નકલ મોકલી અનુસૂચિત જાતિના ઉમેદવારોને અગાઉથી જ ખરાઈ કરેલ પ્રમાણપત્ર મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે 

નોંધનીય છે કે દરેક સ્થળ ઉપર સરકાર હવે સામાન્યમાં સામાન્ય લોકોને લાંબી લાઈનોમાં ઊભા રાખવાનું નક્કી કરી લીધું હોય એમ લાઇનમાં ઊભા રહેવા સિવાય કોઈપણ કામગીરી સરકારીમાં થતી નથી જે અંતર્ગત આગામી દિવસમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણી અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેતા તમામ પક્ષના ઉમેદવારો જ્યાં બેઠકો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગની છે એ તમામ બેઠકો ઉપર ઉભા રહેનાર ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર મેળવવા જરૂરી કાગળો સાથે ખરાઈ સમિતિ સુરત ખાતે પહોંચી ખરાઈ સમિતિ દ્વારા ખરાઈ કરેલા પ્રમાણપત્ર પૂરા પાડવામાં આવશે અને એ જ પ્રમાણપત્ર ચૂંટણીના ઉમેદવારી ફોર્મ સાથે જોડવાના રહેશે જેને માન્ય ગણવામાં આવશે આ માટે એક વિશેષ પરિપત્ર સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્ર મુજબ દરેક પાર્ટીના જિલ્લા પ્રમુખને જાણ કરવામાં આવી છે અને આ પરિપત્રનું પાલન માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ બંને કરવાનું રહેશે તો જ તેમના ઉમેદવારી ફોર્મ જાતિ આધારિત માન્ય ગણવામાં આવશે 

જે પણ ઉમેદવાર એ પોતાના આદિજાતિ પ્રમાણપત્ર જાતિ વિષયક ના કઢાવવા હોય તો તેમણે અસલ દસ્તાવેજો 

એક પ્રમાણિત નકલ સાથે અરજદારનો અસલ અનુસૂચિત જાતિ આદિજાતિનું પ્રમાણપત્ર, નમુના ચ માં સોગંદનામુ તલાટી દ્વારા પ્રમાણિત વંશ વૃક્ષ પર દાદા થી શરૂઆત કરીને) 

અરજદારના સંબંધમાં જેની ફક્ત પ્રમાણિત નકલો જ રજૂ કરવાની રહેશે તેવા દસ્તાવેજોમાં 

પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળામાં પ્રવેશ રજીસ્ટરનો ઉતારો 

જન્મ રજીસ્ટર નો ઉતારો 

પિતાના સંદર્ભમાં દસ્તાવેજો 

જન્મ રજીસ્ટર નો ઉતારો,

શાળા પ્રવેશ રજીસ્ટર નો ઉતારો 

અનુસૂચિત જનજાતિ કે આદિજાતિ નો ઉતારો 

પિતા નોકરી કરતા હોય તો તેમના આદિજાતિની નોંધ ધરાવતા સર્વિસ રેકોર્ડ બુક ના પાના નો ઉતારો 

પિતા નિરક્ષર હોય તો અરજદારના પિતૃ પક્ષના લોહીનું સગપણ ધરાવતા હોય તેવા વડીલનું પ્રાથમિક શાળાનું છોડિયાનું પ્રમાણપત્ર અને શાળા પ્રવેશ રજીસ્ટર નો ઉતારો 

મહેસુલ રેકોર્ડ જેવા કે જન્મ રજીસ્ટર સાતબાર નો ઉતારો વેચાણ ખત ની નોંધ ગામના નમૂના નંબર 6 

અરજદારે ચકાસણી સમિતિ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે ખરાઈ કરવા માટે અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવાના રહેશે 

આમ નગરપાલિકાની કે આગામી પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારી કરનાર ઉમેદવારે આદિજાતિ ના પ્રમાણપત્ર મેળવવા માટે ખરાઈ સમિતિ સુરત ખાતે પહોંચી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને એ જ પ્રમાણપત્ર ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે તો જ તેમનું ફોર્મ માન્ય ગણાશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!