
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દર વર્ષે ચોમાસામાં નદી નાળા કોઝવે પર તણાઈ કે ડૂબી જવાની આકસ્મિક ઘટના બનતી હોય છે આ વર્ષમાં પહેલી ઘટના બની છે.
કપરાડા તાલુકાના પાનસ ગામના ભંડાર ફળિયા માંથી પસાર થતી દોલધા નદીના ચેકડેમ કોઝવે નજીકમાં રહેતા સતિષભાઇ ગુલાબભાઈ પટેલનું આકસ્મિક ઘટના બનતા પાણી માં મૃત હાલમાં મળી આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઝવે પરથી પડી જવાથી મૃત્યુ થયુ છે. કેટલાક લોકો એ કોઝવે પરથી પસાર થતી વખતે કોઈક અચાનક પડી ગયો હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક યુવાનો અને અગ્રણી આગેવાનો કપરાડાના નાનાપોઢા પોલીસ મથક પહોંચી ઘટનાની જાણ કરતા પોલીસ સ્થળ પહોંચી હતી.