વાપી પોલીસે દમણના કુખ્યાત બુટલેગર રમેશ માઈકલ ને ભિલાડ ફાર્મ હાઉસ ઉપર થી ઝડપી લીધો

0
208

વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે પકડાયેલા એક દારૂના કેસમાં રમેશ માઈકલનું નામ ખુલતા વલસાડ પોલીસે દમણ ભીમપોર ખાતે આવેલા રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડ પોલીસને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક દમણ એક્સાઇઝની ટીમને જાણ કરી દમણ ભીમપોર ગોડાઉનમાં લાખો રૂપિયાના દારૂના જથ્થાની એક્સાઇઝ ચોરી થતા અટકાવી 20 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વાપી ટાઉન પોલીસ અને વાપી DySP ની ટીમને મળેલી બાતમીના આધારે ભીલાડમાં આવેલા રમેશ માઈકલના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમને વધુ તપાસ સોંપવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે દમણથી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ફર્યું હતું. જેમાં એક બરફ લઈને જતી પિયાગો રિક્ષામાં બનાવેલા ચોર ખાનામાંથી 25 હજારના દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પિયુષ નામના ઈસમ પાસેથી માલ લીધો હોવાનું પોલીસની ટીમને જાણવા મળ્યું હતું. જે કેસમાં વાપી પોલીસે પીયૂષને સાથે રાખી દારૂનો જથ્થો ભરાવી અપનારની તપાસ હાથ ધરતા દમણના લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું.

વાપી ટાઉન પોલીસે આરોપી પીયૂષને સાથે રાખીને દમણના ભીમપોર ખાતે માઈકલના ગોડાઉન ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 686 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાપી પોલીસે માઈકલના ગોડાઉનમાં અંદાજે 20 લાખથી વધુનો દારૂનો જથ્થો એક્સાઇઝની ટીમની મદદ વડે જપ્ત કર્યો હતો. અને રમેશ માઈકલને વોન્ટેડ જાહેર કર્યો હતો વાપી ટાઉન પોલીસની ટીમને DySP વાપીની ટીમને મળેલી બાતમીના આધારે ભીલાડ ખાતે રમેશ માઈકલના ફાર્મ હાઉસથી માઈકલને ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લામાં માઈકલ સામે 4થી વધુ ગુનાઓમાં માઈકલ વોન્ટેડ રહી ચુક્યો છે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસોમાં માઈકલનું નામ સામે આવી ચૂક્યું છે. DySP વાપીની ટીમે માઈકલ સામે કડક કાર્યવાહી હાથ ધરતા દમણના લિસ્ટેડ તથા નાના મોટા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here