રોડ રસ્તા પર પડેલા ખાડા  જ આગામી ચૂંટણીમાં રાજકારણીઓ ને રડાવશે ?

0
175

આગામી તાલુકા પંચાયત ની ચૂંટણીમાં લોકો પાસે વોટ માંગવા જવા રાજકારણીઓ ને પરસેવો પડાવશે .

 લોક ઉપયોગી કાર્ય કરવામાં રાજકારણી ઓ ને રસ નથી માત્ર કાર્યક્રમમાં જવું રીબીલો કાપી શ્રીફળ વધેરવું અને સોશિયલ મીડિયા માટે ફોટા પડાવવા આ સિવાય અન્ય કોઈ કામગીરી તેઓ કરતા દેખાઈ નથી રહ્યા

વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન મોટાભાગના તમામ રોડો ધોવાઈ જવા પામ્યા છે એમાં પણ વાપી ચલા રોડ હોય વાપી ચણોદ નાનાપોન્ડા રોડ હોય કે ધરમપુર થી વાંસદા તરફ જોડતો રોડ હોય તે વલસાડથી ધરમપુર ને જોડતો રોડ હોય મુખ્ય માર્ગે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે તમે એક ટાયર ખાડામાંથી બચાવો તો બીજું ટાયર ખાડામાં પડે એ નક્કી છે એટલે કે જેમ દરિયામાં નાવડી હાલકડોલક થતી ચાલે તેમ તમારી કોઈપણ ગાડી કોઈપણ રોડ ઉપર લઈ જાવ હલક ડોલક થયા વિના ચાલતી નથી. અને આ તમામ બાબતોમાં નુકસાન માત્ર લોકોને જ થઈ રહ્યું છે આ તમામ ખાડા પડેલા રોડ ઉપરથી ધારાસભ્ય હોય સાંસદ હોય સરપંચો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકો રોજ પસાર થાય છે પરંતુ તેઓની આંખે આ પડેલા ખાડા દેખાતા નથી આ સ્પષ્ટ જણાય છે એટલું જ નહીં આગામી દિવસમાં હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના મંડાણ થઈ રહ્યા છે. ત્યારે લોકો પાસે મત માંગવા જ અમારા લોકોને ફાફા પડી જશે તેવી લોકોમાં ચર્ચા ઉઠી રહી છે કારણ કે અગાઉ બનતા રોડો સતત ચારથી પાંચ વર્ષ સુધી ચાલતા હતા પરંતુ હાલમાં બની રહેલા રોડોની ગુણવત્તા સાવ હલકી કક્ષાની હોય એવું જણાય આવે છે હજુ ગત ચોમાસ જ બનેલો ધરમપુર નાના પુના રોડ આ ચોમાસામાં તો ફરી ધોવાઈ ગયો હવે એની ગુણવત્તા કેવી અને કેટલી હશે એ તો કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર જ જાણે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ તમામ બાબતમાં લોકોના ટેક્સના પૈસાનું જ પાણી થઈ રહ્યું છે નાનાપોન્ડા થી ધરમપુર સુધી જવું એ તમારા કમરદર્દ ને આમંત્રણ આપવા સમાન છે અગાઉ જે 15 મિનિટમાં આ રસ્તો કપાઈ જતો હતો તે હવે નાનાપોઢા થી ધરમપુર જવું હોય તો એક કલાકનો સમય લાગે છે ભાજપના રાજકીય સત્તાધીશો સામાન્ય પ્રજાની મદદ કરતા હોવાની ગુણબાન થાકી રહ્યા છે પરંતુ પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા જ સુધારી નથી રહ્યા. આ જ સમસ્યા તેમને ચૂંટણીમાં ભારી પડી શકે તેમ છે 

તો બીજી તરફ વાપી મહાનગરપાલિકાની ચૂંટણી પણ ટૂંક માં આવશે  જેમાં પણ પાલિકા વિસ્તારમાં રહેતી પ્રજાએ જે ચોમાસા દરમિયાન સમસ્યાઓ ભોગવી છે તેને જોતા ચૂંટણી વખતે આ તમામ ભાજપીઓને પરસેવો પડશે એ વાત નક્કી છે કારણ કે ચલા  તરફથી રહેતા તમામ લોકોને મોટાભાગની કામગીરી માટે પૂર્વ વિસ્તારમાં આવવું પડે છે અને અહીં આવવા માટે મોટો અંડરબ્રીજ બનાવ્યા બાદ અન્ય કોઈ વિકલ્પ નથી જોકે નજીકમાં રેલવે ફાટક ખોલવામાં આવ્યો છે પરંતુ  તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઈ નથી અને અધૂરામાં પૂરું રેલવે દ્વારા હાલમાં પાંચ દિવસ માટે ફાટક બંધ કરી દેવાયો હતો બીજી તરફ ચલાં દમણ રોડ ઉપર બનેલો રેલવે ઓવરબ્રિજ ક્યારે બનશે એ તો રામ જાણે પરંતુ તેના કારણે ચલાના લોકોએ જે દુઃખ ભોગવ્યું છે એ દુઃખના નિસાસા.. અહીંના તમામ સ્થાને રાજકારણીઓને લાગશે કારણ કે લોકોને પૂર્વ પશ્ચિમ આવન જાવન માટે અંડરબ્રીજ તેમજ ફાટક સિવાય અન્ય કોઈ વિકલ્પ રાખવામાં આવ્યો નથી જેના કારણે પીકઅપ આવર દરમિયાન લોકોની હાલત ખૂબ ગંભીર બની ગઈ છે એટલું જ નહીં ચલા વિસ્તારમાં જ્યાં બ્રિજ બની રહ્યો છે તે વિસ્તારનો રોડ જોવાલાયક છે રોજિંદા જો નેતાઓને આ રોડ ઉપરથી જવાનું હોય તો નક્કી તેમની નાની યાદ આવી જાય પરંતુ રોડ બાબતે અને બ્રિજ બાબતે હજુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે આગામી પાલિકાની ચૂંટણીમાં મત લેવા અને માંગવા જવાના રાજકારણીઓને આ ઉપરોક્ત બાબતે ઓરસેવો પડશે એ વાત નક્કી છે 

રાજકારણમાં નવા નવા આવેલા કેટલાક રાજકીય નેતાઓ લોકોની સમસ્યાને વાંચા આપવા અને સમસ્યાને સુધારવાના બદલે કાગળનો વાઘ રજૂ કરી રહ્યા છે એટલે કે લોકો બુમાબૂમ કરે એટલે તેમના લેટરપેડ ઉપર પત્ર લખીને રજૂઆત કરી દેશે પરંતુ તે બાદ રજૂઆતની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી અને તેમણે કરેલી રજૂઆત પૂર્ણ થશે કે નહીં એ અંગેની કોઈ તકેદારી રાખતા નથી અને લોકોમાં ખાલી કાગળો રજૂ કરી અને કાગળનો વાઘ રજૂ કરી સોશિયલ મીડિયામાં વાહ વાહી મેળવી રહ્યા છે એ સિવાય જનતા જનાર્દન ના  ઉપયોગી કાર્ય કરવામાં તેમણે રસ નથી માત્ર કાર્યક્રમમાં જવું રીબીલો કાપવી  શ્રીફળ વધેરવું અને સોશિયલ મીડિયા માટે ફોટા પડાવવા આ સિવાય અન્ય કોઈ કામગીરી તેઓ કરતા દેખાઈ નથી રહ્યા રોડ રસ્તા ની સમસ્યા જાહેર સમસ્યા છે જેને નિવારવા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરાઈ નથી તેવું સ્થાનિકો અને રોજિંદા રોડ ઉપરથી પસાર થનારા લોકો માં ચર્ચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here