“સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” અભિયાન અંતર્ગત આજરોજ તારીખ ૨૪/૦૯/૨૪ ના દિને ધરમપુર શહેરમાં ‘સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને હ્યૂમન ચેઇન (માનવ શૃંખલા)’ નું આયોજન કરવામાં આવ્યું. જે દરમિયાન કર્મચારીઓ દ્વારા સેલ્ફી પોઈન્ટ સાથે સેલ્ફી લેવામાં આવી અને માનવ જોડાણ થકી સ્વછતા ચેઇન બનાવી લોકોમાં સ્વચ્છતા તથા સેનિટેશન વિશે જાગૃતતા ફેલાવામાં આવી.
આ કાર્યક્રમમાં ધરમપુર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી.નિલમભાઈ પટેલ, સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરના જાણીતા તબીબ ડો. શ્રી હેમંતભાઈ પટેલ અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ,નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્તિથ રહી સ્વચ્છતા અંગેની લોક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.
જાહેર સ્થળોએ સાફ-સફાઇ :
ધરમપુર નગરપાલિકાના કર્મચારીઓ અને ધરમપુર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડરશ્રી નિલમભાઈ પટેલ, સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરના જાણીતા તબીબ ડો. હેમંતભાઈ પટેલ, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને એમની ટીમ તથા નગરજનો દ્વારા શહેરના ધાર્મિક સ્થળોએ સાફ-સફાઇ કરવામાં આવી.