જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે આયોજીત ઝોન કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં મોડેલ સ્કુલ, માલનપાડા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા જાહેર થતાં શાળાના આચાર્ય ડૉ.વર્ષા પટેલે સૌને અભિનંદન પાઠવ્યા.જેમાં ધો. 9ની વિદ્યાર્થિનીઓ શાલિની ગુપ્તા, વિભા પટેલ, યેશા પટેલ, પ્રિયાંશી ચૌધરી, હર્ષિદા ચૌધરીએ “વ્યક્તિગત સલામતી”વિષય પર અભિનય કર્યો. શાળાના શિક્ષક મીરાબેને વિદ્યાર્થીઓ સાથે હાજર રહયા હતા.રોલ પ્લે તૈયાર કરાવનારશ્રી રાજુભાઈ જાદવ તથા સુનિલભાઈ જોગરાનો આભાર વ્યક્ત કર્યો. શાળા પરિવારને આ સિદ્ધિ માટે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલે અભિનંદન અને હવે પછી રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.