નેટવર્ક ને અભાવે મોબાઈલ ફોન માત્ર રમકડાં ના ડબલા બની જતા હોય છે
ધરમપુર તાલુકાના પૂર્વ પાર્ટીના ૧૬ ગામોમાં મોબાઇલ નેટવર્કના અભાવ ને કારણે લોકોને પડતી વિવિધ મુશ્કેલીઓ ને ધ્યાને લઈ ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ દ્વારા બી એસ એમ એલ ના ચીફ જનરલ મેનેજર ને લેખિત રજૂઆત કરી દરેક ગામોમાં નેટવર્ક સુવ્યવસ્થિત રીતે શરૂ કરવામાં આવે એવી ભલામણ કરી છે તેમજ કામગીરી કયા સુધી કરાઈ તે અંગે નો રિપોર્ટ પણ માંગ્યો છે
ધરમપુરનાં પૂર્વ પટ્ટી માં આવેલા ૧૬ ગામોમાં બી એસ એન એલ નેટવર્ક ન મળતા સંદેશા વ્યવહાર સહિત ઈન્ટરનેટ સુવિધા પણ ઉપલબ્ધ ના બનતા અનેક સરકારી કામો અટવાય છે.ત્યારે કેટલાક ગામોમાં ટાવર ઊભા પણ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કાર્યરત થયા નથી જેના કારણે લોકો પાસે રાખેલા મોબાઈલ માત્ર રમકડાં ના ડબલા બની રહે છે ત્યારે લોકોની સમસ્યા ને નિવારવા માટે ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ દ્વારા બી એસ એન એલના ચીફ જનરલ મેનેજર ને એક પત્ર લખી ને જણાવવાનું કે, મારા ૧૭૮-વિધાનસભા મત વિસ્તાર-ધરમપુરમાં (૧) હથનબારી (૨) ચાસમાંડવા (૩) જાગીરી (૪) ગનવા (૫) સજનીબરડા (૬) મનાઇચોઢી (૭) મામાભાચા (૮) માંકડબન (૯) ભવઠાણ આંબોસી (૧૦) જામલીયા (૧૧) સોંનદર (૧૨) મુરદડ (૧૩) પંગારબારી (૧૪) ભાનવળ (૧૫) મોટીકોસબાડી (૧૬) ઉપલપાડા વિગેરે ગામોમાં બી.એસ.એન.એલ.ના ટાવર હોવા છતા નેટવર્ક બરાબર આવતુ નથી. ધરમપુર તાલુકાના હનમતમાળ સહિતના પૂર્વ પટ્ટી ના ગામોમાં મોબાઇલ ટાવર ઉભા કરાયા હોવા છતા કેટલાક ટાવર કાર્યરત કરવાના બાકી અને નેટવર્ક આવતુ નહીં હોવાની ફરીયાદો જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગામના સરપંચશ્રી તથા આગેવાનો દવારા મને મળેલ છે. ગ્રામપંચાયત તથા શાળામાં ઓનલાઇનની કામગીરી માટે ટેકરા ઉપર ચઢી કામગીરી કરી રહયા છે. રેશનકાર્ડ તેમજ આધારકાર્ડની કામગીરીમાં પણ ખુબ જ વિલંબ થઇ રહયો છે. સમગ્ર બાબતે આપના દ્વારા તાત્કાલીક ધોરણે કામગીરી હાથ પર લઇ નેટર્વકની સમસ્યાનું નિરાકરણ લાવવા ભલામણ છે.ઉપરોક્ત બાબતે કરેલ કામગીરીનો રીપોર્ટ પણ અમોને કરવા વિનંતી છે.