ગ્રામીણ કક્ષાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે અને એ પણ અંગ્રેજી માધ્યમ માં એવા ઉમદા હેતુ સાથે ૧૬ વર્ષ પેહલા ગણતરી ના બાળકો સાથે શરૂ કરેલી હેમ આશ્રમ શાળા જાગીરી માં આજે કુલ 263 બાળકો અભ્યાસ કરે છે જેમાં 93 બાળકો અનાથ છે જ્યારે અન્ય બાળકો ના માતા નથી તો કેટલાક બાળકો એ પિતા ની છત્રછાયા પણ ગુમાવી છે એવા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આજે પણ બોર્ડર વિલેજ હોવા થી તેમને ધરમપુર સુધી આવવા માટે એક માત્ર રાત્રિ ના આવતી અને નાઈટ રોકાણ કરી સવારે ૬ વાગ્યે જતી બસ ઉપર જ દારો મદાર રાખવો પડે છે હેમ આશ્રમ ના બાળકો ને કે ગામના લોકોને ક્યારેક કોઈ માંદગી માં.સપડાય તો બાઈક સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેતો નથી આવા સમયે ભારતીય જીવન વીમા નિગમ જે માત્ર લોકોના વીમા નહિ ઉતરતું પરંતુ સમાજિક ઉત્થાન માટે પણ પોતાનો સહયોગ આપે છે એલ આઇ સી ના ઝોનલ મેનેજર ની હાજરી માં દરેક જિલ્લાના એલ આઇ સી સાખાના મેનેજર તેમજ ડેવલોપમેન્ટ ઓફિસર ની હાજરીમાં જાગિરી હેમ આશ્રમ ને એક સ્કૂલ બસ ભેટ આપવામાં આવી છે જેથી સ્કૂલના બાળકો ને તેમજ આશ્રમ શાળાના બાળકો માટે ઉપયોગી થશે એટલું જ નહિ ગામના લોકોને પણ જો આપાતકાલીન સમય માં જરૂરી પડે તો તે ઉપયોગી થશે
આજે ધરમપુર ના જાગીરી ગામે હેમ આશ્રમમાં એલ આઇ સી મુંબઈ થી ઝોનલ મેનેજર સનોજ કુમાર ની અધ્યક્ષતા માં એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમ શાળામાં માટે LIC દ્વારા એક સ્કૂલ બસ હેમ આશ્રમ ને આપવામાં આવી હતી આ પ્રસંગે હેમ આશ્રમના બાળકો દ્વારા સ્વાગત ગીત અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝોનલ મેનેજર સાનોજ કુમારે જણાવ્યું કે LIC સને 1956 માં શરૂ કરવામાં આવી હતી તે સમયે સરકારે શરૂ કરવા માટે તેને 5 કરોડ માત્ર ફાળવ્યા હતા પરંતુ આજે ગર્વ ની વાત એ છે કે LIC આજે આર્થિક રીતે ખૂબ મજબૂત સંસ્થાન બની છે LIC પાસે આજે 30 કરોડ ગ્રાહકો છે.વિશ્વમાં એવી મોટી કોઈ સંસ્થા કે ગ્રુપ નથી સમગ્ર વિશ્વમાં LIC નું નામ અને મોભો છે LIC માત્ર લાઇફ ઈનસ્યુરન્સ નથી કરતી સાથે સાથે સમાજ અને રાષ્ટ્રિય નિર્માણ માં પણ પોતાનો મહત્વ નો ફાળો આપે છે. તેમણે કહ્યું કે રિમોટ એરિયા માં આવેલા ગામ જાગીરી માં હેમ આશ્રમ ચલાવતા હોલિસ્ટીક એજ્યુકેશન ફાઉન્ડેશન ને એક સ્કૂલ બસ આપવામાં આવી છે જે બાળકો ને ઉપયોગી થશે.અમે પણ બસ આપી ને બાળકોના ભવિષ્ય નિર્માણના ભાગીદાર બન્યા છે
જે બાદ નવી સ્કૂલ બસ આગળ શ્રીફળ વધેરી રીબીન કાપી ને ઝોનલ મેનેજર સનોજ કુમારે સ્કૂલ બસ ની ચાવી હેમ આશ્રમ માં બાબલભાઈ ગાડર ને અર્પણ કરી હતી બાબલભાઈ એ LIC ના તમામ ઉપસ્થિત કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો..
આ પ્રસંગે ગામના સરપંચ દિનેશ ભોયાં,તેમજ માજી સરપંચ સહિત હેમ આશ્રમના બાળકો તેમજ એલ આઇ સી માંથી સનોજ કુમાર વેસ્ટર્ન ઝોનલ મેનેજર, આરુણ રજદાન રીજનલ મેનેજર માર્કેટિંગ વેસ્ટર્ન ઝોન ,એસ પી શૈલ સિનિયર ડીવીઝનલ મેનેજર સુરત ,બી કે રાઠોડ માર્કેટિંગ મેનેજર સુરત ડિવિઝન ,સી ટી પારનેરિયા મેનેજર સેલ્સ સુરત ડિવિઝન સહિત ગામના અગ્રણી ઓ અને વાલીઓ હાજરી આપી હતી