રાત્રી દરમ્યાન આવતી કાળા ધોળા રંગ ની મારુતિ વેનમાં ઘાસ ના પુડિયા ની આડ માં લાકડા નો કાપેલો જથ્થો લઈ જવાતો હોવાની સ્થાનિકો માં ચર્ચા
ધરમપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી લાકડા ચોરી નું પ્રમાણ વધી રહ્યું છે .કાકાડકુવા ગામ માં તાજેતર માં જ સરકારી જંગલ જમીન માં લાકડા કપાઈ ગયા ની જાણ સ્થાનિક જાગૃત નાગરિકે જંગલ વિભાગ ને કરી હતી..એવા તો અનેક સ્થળે નાના મોટા ઝાડો રાત્રી દરમ્યાન કપાઈ જતા હોય છે ત્યારે ધરમપુર માં જાણે પુષ્પારાજ (લાકડા ચોરો) જંગલ ખાતા ને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હોય એવું જણાય રહ્યું છે
સ્થાનિક કક્ષા એ થી મળતી વિગતો મુજબ કાકડ કુવા ની આસપાસ માં આવેલ અનેક જગ્યા ઉપર લાકડા ચોરો ની એક ટોળકી સક્રિય હોવાની ચર્ચા છે જે મોટી વહિયાળ વિસ્તાર ની હોવાની જોરશોર થી ચર્ચા ઉઠી છે જે રાત્રી દરમ્યાન અંધારા નો લાભ લઇ એક કાળા અને ધોળા રંગ ની મારુતિ વેન લઈ ને ફરી રહી છે જેમાં ઘાસ ના પુડિયા ની આડ માં લાકડા ની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સ્થાનિકો માં ચર્ચાયું છે રાત્રી દરમ્યાન કોઈ નમ્બર પ્લેટ ના જોઈ લે તે માટે નમ્બર પ્લેટ ઉપર પણ માટી કે છાણ લગાડી દેવતું હોય નંબર કોઇ વાંચી શકે એમ હોતું નથી..
જો રાત્રી દરમ્યાન બે ખોફ આવા વાહનો ફરતા હોય તો જંગલ ખાતા દ્વારા કરવામાં આવતા રાત્રી પેટ્રોલિંગ બાબતે પણ સવાલ ઉઠે છે .તો બીજી તરફ માત્ર જંગલ ખાતા નહિ પણ જેતે ગામના લોકોની પણ એટલી જ ફરજ બને છે કે રાત્રી દરમ્યાન આવા વાહનો પસાર થતા હોય તેમને નજર પડે તો એક જાગૃત નાગરિક બની અટકાવી જંગલ ખાતા ને જાણ કરે..જેથી પુષ્પા રાજ જેવી ઘટના નાથી શકાય ..
જોકે ખબરદાર વેબ નું કામ છે લોકોમાં ચાલતી ચર્ચાઓ અધિકારી સુધી પહોંચે અને અધિકારી ઓ આવા ગેરકાયદે કામ કરતા લોકો સુધી પહોંચી શકે .મીડિયા નું કામ છે જે, સમસ્યા હોય એ જાહેર માં મુકવી જેથી વહીવટી વિભાગ આવી સમસ્યા ને સુધારી લે..બાકી મીડિયા કોઈ અધિકારી કે કોઈ વ્યક્તિ માટે વ્યક્તિગત દુશમન હોતું નથી..