સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જંગલ ખાતા ને રજૂઆત કરાઈ તો “સડી ગયેલા લાકડા હશે “છતાં તપાસ કરીશું જેવા વાક્યો સાંભળવા મળ્યા
એકતરફ જ્યાં ખેરના લાકડા ની ગાડીઓ મહારાષ્ટ્ર થી આવતી હોય તો જંગલ ખતા ને બાતમી અધિકારીઓ ને ઓફિસ માં મળી જતી હોય તો તેમના જ વિસ્તારમાં અને એ પણ સરકારી જગ્યામાં જંગલ ખાતાની એમાંથી મોટા ઘટાદાર ખેરના વૃક્ષો કોઈ મશીન વડે કાપી રાત્રિ દરમ્યાન વાહનો માં ભરી લઈ ગયા તો શું આ બાબત ની જાણ જંગલ ખાતા ના અધિકારી ને નહિ થતી હોય ?
આટલી હદે લાકડા કપાઈ જાય અને જંગલ ખાતું નિંદ્રાધીન બની રહે એ બાબત સમાન્ય વ્યક્તિ ને ગળે ઉતરે એમ નથી
ધરમપુર તાલુકાના કાકડ કૂવા ગામે પટેલ ફળિયા માં આવેલ સરકારી જંગલ ખાતા ની જમીન માં આવેલા અંદાજિત ૧૪ થી વધુ ખેરના વૃક્ષ કોઈ કાપી ગયું હોવાનો વિડિયો બનાવી સ્થાનિક જાગૃત નાગરિક અને માજી ડેપ્યુટી સરપંચ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે જ્યાં રાત્રિ દરમ્યાન ૧૪ થી વધુ ખેર ના ઝાડ કાપી કોઈ ચોર ઈસમો લાખોના ખેરના લાકડા સગેવગે કરી ગયા છે
આ અંગે ખરબદર વેબ ને ટેલીફોનીક વાતચીત કરતા માજી ડેપ્યુટી સરપંચ એ જણાવ્યું કે સ્થળ ઉપર થી મોટા મોટા થડ છેક નીચે થી ઈલેક્ટ્રીક કટર મશીન વડે કાપી કોઈ ને ખબર ન પડે એ રીતે તેના ઉપર માટી નાખી દેવામાં આવી છે તેમજ કેટલીક જગ્યા ઉપર જ્યાં ઝાડ કાપ્યા છે ત્યાં ફરી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે જેથી અહી આવનાર કોઈ ની નજર પડે તો અંદાજ ન આવે
વળી અહીં સવાલ એ થાય છે કે કોઈ માલિકી નાં સાગ કે ખેર કાપે તો પણ જેમ એક યોગી પુરુષ ને બ્રહ્મજ્ઞાન થઈ જાય એમ જંગલ વિભાગ ને થઈ જતું હોય છે તો શું કાકડ કૂવામાં ખેરના જંગલ ખાતાની જમીન માંથી 14 થી વધુ ઝાડ કપાઈ ગયા તો એ બાબત નું બ્રહ્મજ્ઞાન કેમ ન થયું કે પછી સમગ્ર બાબત કૈક બીજી તરફ દિશા નિર્દેશ કરી રહી છે
બીજી તરફ આ ઘટના સામે આવતા બુદ્ધિજીવીઓ માં ચર્ચા ઊઠી છે કે ક્યાંક જંગલ ખાતાના જ કોક કર્મચારી પાછલે બારણે આવી પ્રવૃત્તિ ને વેગ નથી આપી રહ્યા ને ? સમગ્ર બાબતે વલસાડ જિલ્લા કલેકટર તપાસ કરાવે તે જરૂરી છે નહિ તો આગામી દિવસ માં ધરમપુર માં મોટા ભાગના સરકારી જંગલોમાં.રાખેલા સાગ અને ખેર ના લાકડા બારોબાર ગાયબ થઈ જાય તો નવાઈ નહી