વલસાડના ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ની ઘટના થી ફિટકાર,આરોપી ભાગે તે પેહલા પોલીસે દબોચી લીધો

0
389

ઘટના અંગે જાણ થતાં વલસાડ ડી એસ પી ડો. કરણરાજ વાઘેલા (IPS) તાત્કાલિક ઉમરગામ પહોંચી ભોગ બનેલ દીકરીના પરિવાર ની ફરિયાદ લઇ આરોપી પકડવા ટીમ બનાવી રવાના કરતા આરોપી પોતાના વતન ભાગે તે પેહલા મહારાષ્ટ્ર ની દબોચી લીધો

તા.૨૭/૦૮/૨૦૨૪ ના આશરે બપોરના સાડા ત્રણ વાગેના અરસામાં ઉમરગામના એક વિસ્તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે દુષ્કર્મ બનાવ બન્યો હતો જે બાબતની જાણ બાળકીના વાલીએ ઉમરગામ પો.સ્ટેમાં આશરે સાંજે છ વાગે કરતા ઉમરગામ પોલીસ તાત્કાલિક  બનાવને ગંભીરતાથી લઇ પોલીસ અધિક્ષક વલસાડ ને જાણ કરતા વલસાડ પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા (IPS) તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી અને તેમના માર્ગદર્શન નીચે ભોગબનનાર બાળકીના વાલી વારસની ફરીયાદ રજીસ્ટર્ડ કરી વલસાડ જીલ્લા પોલીસની ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, તેમજ જીલ્લાના યુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગે તે પેહલા પોલીસે દબોચી લીધો હતો હાલ માં. બાળકીને તાત્કાલિક મેડીકલ સારવાર કરાવવામાં આવી છે બાળકી હાલમાં સારવાર હેઠળ છે. તેમજ સ્વસ્થ છે. ઉપરોક્ત ગુન્હામાં આરોપીને સખતમાં સખત દાખલા રૂપ સજા થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક વાપી ની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક, ફોરેન્સીક, મેડીકલ તેમજ સાંયોગીક પુરાવાઓ મેળવી તાત્કાલીક ચાર્જશીટ કરી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here