કાગડા આખા જિલ્લા માં કાળા વરસાદ શરૂ થતાં જ વીજ કંપનીના ધાંધિયા શરૂ
6 કલાક સુધી વીજળી દુલ કર્મચારી અને અધિકારીના મોબાઈલ થઈ જાય છે સ્વીચ ઓફ
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી પડી રહેલા વરસાદને પગલે અનેક સ્થળે ખાના ખરાબી સર્જાઈ છે.જોકે સમાન્ય વરસાદ થતાં ની સાથે જ જાણે વીજ કંપની ને બહાનું મળી જાય એમ અનેક ગામોમાં વીજ કાપ થઈ જતો હોય છે જેને કારણે લોકોને કેટલી મુશ્કેલી પડતી હોય છે એક તરફ જ્યાં ગ્રામ જ્યોતિ યોજના માં 24 કલાક વીજળી આપવાની વાત કરવામાં આવતી સરકાર ને વીજ કંપની નક્કર કામ કરે છે કે કેમ એમાં પણ જાણે રસ ન હોય એમ લાગી રહ્યું છે ઊર્જા મંત્રી પણ વલસાડ જિલ્લા ના છે પણ તેઓ પણ જાણે બધું જાણી ને પણ આંખ આડા કાન કરતા હોય એમ લોક ચર્ચા ઉઠી છે
વલસાડ જિલ્લામાં વાપી રૂરલ હોય કે ધરમપુર કપરાડા ના ગામો માટે સમાન્ય વરસાદ થતાં જ વીજ પુરવઠો બંધ થઈ જાય છે (કરી દેવાય છે?) અહી 4 કલાક કે 6 કલાક વીજકાપ રહે તો જાણે લોકો માટે સમાન્ય બની ચૂક્યું છે.કપરાડા ધરમપુર માં તો આખા દિવસ માં માંડ એક કલાક વીજ પુરવઠો આવે તો લોકો ઉત્સવ મનાવે એમ થઈ જાય છે છેલ્લા ત્રણ દિવસ થી કપરાડા અને ધરમપુર તાલુકાના ઊંડાણ ના ગામોના મોટા ભાગ ના ફીડર સદંતર બંધ હાલત માં છે અનેક ગામોમાં અંધાર પટ જોવા મળી રહયો છે કપરાડા ના માંડવા, નળી મધની, આમધા,ખૂટલી, સીલધા, માલુંગી,જેવા અનેક ફિડરો ફોલ્ટ થયો હોવાની કેફીયત વીજ કંપનીના કર્મચારી વર્ણવી રહ્યા છે વળી જ્યારે પણ કોઈ કોલ કરે ત્યારે મંત્ર એકજ જવાબ ટીમ મોકલી છે અને મહેકમ ઓછું છે..મહેકમ ઓછું હોવાના બહાને જાણે કામગીરી ન કરવા માટે આળસ કરતા જોવા મળે છે જ્યારે ગામના લોકોને વીજ પુરવઠા ની જરૂર હોય એટલે લોકો સામે થી એમ કહે કે તમે આવો અમે ગામના લોકો સેવા મનાવશું ત્યારે આળસ મરોડી કામ કરવા જેમ તેમ તૈયાર થતા હોય છે.વાપી રૂરલ વિસ્તારમાં કામ કરતી કેટલીક ટીમ ખાનગી કાર માં ક્યારેક કેટલાક મરઘી વેચનારા ને ત્યાં ગપ્પા મારતી તો ક્યારેક રાતા ખાડી ઉપર વડા પાવ ખાતા ગપ્પા છોડતા નજરે પડે છે પણ ફોલ્ટ સમયે તાત્કાલિક દોડી જઇ પોતાની ફરજ મનાવતા કામ કરવા માં લાજ આવતી હોય એમ જણાય રહ્યું છે
આજે તારીખ 26 /8/24 ના રોજ સવારે 11 વાગ્યા બાદ કે વીજ પુરવઠો કોચરવા ફીડર થી બંધ કરવામાં આવ્યો હતો તે સાંજે 5 વાગ્યા વીજ પુરવઠો માત્ર 30 મિનિટ આપ્યા બાદ જે વીજ કાપ આવ્યો તે હાલ જ્યારે આ લખાય છે ત્યાં સુધી એટલે કે રાત્રિ ના 9 વાગ્યા એટલે કે સતત 5 કલાક વીજળી ગુલ થઈ જવા પામી હતી ..
અહી સવાલ એ થાય છે કે પ્રિમોન્સુન કામગીરી ના નામે ચોમાસા પૂર્વે સતત 6 થી 7 કલાક બે બે દિવસે વીજ પુરવઠો બંધ રાખી ને જે કામગીરી વીજ વિભાગે કરી હતી તો પછી ચોમાસા દરમ્યાન તાર તૂટવા કે ઝાડ ની ડાળી પડવાના બનાવો બનવા ન જોઈએ અને જો બનતા હોય તો સવાલ થાય છે કે તો પ્રિમોન્સુન ની કામગીરી તેમણે કયા અને કેવી કરી અને લાઈન ઉપર આવ્યા કયા સ્થળે ઝાડ ની ડાળી ઓ કાપી હતી..બીજી તરફ કેબલો નાખવા છતાં પણ જો ફોલ્ટ સર્જાતા હોય તો એની જવાબદારી જનતા ની નહિ વીજ કંપનીના કર્મચારી ઓની જ છે
કપરાડા ધરમપુર માં પણ સતત ત્રણ ત્રણ દિવસ થી અંધાર પટ અનેક ગામોમાં છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જ્યારે પણ ફોન કરો તો યોગ્ય ઉત્તર આપતા નથી અને કામગીરી કરવા બોલાવો તો મહેકમ ઓછું હોવાનું બહાનું આગળ ધરે છે જેના કારણે સગર્ભા મહિલા ઓ બાળકો અને વાયો વૃદ્ધ લોકોની હાલત દયનીય હોય છે મહિલાઓ ને રસોઈ પણ મોબાઈલ ફોન ની ફ્લેશ લાઈટ ઉપર બનાવવા ની ફરજ પડે છે