એસ ટી બસ સમયસર આવતી ના હોવાની ફરિયાદ મળતાં ભાજપ અગ્રણી પ્રવીણ આહીર પહોંચ્યા એસ ટી ડેપો

0
74

ધરમપુર તા.૩૦/૦૮/૨૦૨૪  આજરોજ ધરમપુર ખાતે સ્કુલના વિદ્યાર્થી અને મુસાફરોની ફરીયાદ મળતા ધરમપુર એસ.ટી.ડેપોમાં બસ સમયસર આવતી નથી. એવી માહિતી ભાજપ નેતા પ્રવિણભાઇ આહિરને મળતાજ પ્રવિણભાઇ આહિરે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સાથે સંકલન કરી એસ.ટી.ડેપો મેનેજરશ્રીની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન એસ.ટી.ડેપો મેનેજર દ્રારા જણાવવામાં આવ્યુ કે,થોડિક સમસ્યાના લીધે આ પરિસ્થિતી હોવા પામી છે પરંતુ મેનેજર દ્રારા જણાવવામાં આવ્યુ કે,અમારા પ્રયત્નો ચાલુ કે આવનાર દિવસોમાં આ સમસ્યા દુર કરવામાં આવશે એવી ખાતરી આપી હતી ત્યારે ભાજપ નેતા પ્રવિણભાઇ આહિર દ્રારા જણાવવામાં આવ્યુ તમને એસ.ટી.વિભાગમાં કોઇ તકલીફ હોય તો અમને જણાવો અમે સાંસદશ્રીને રજુઆત કરીશું પરંતું અમારી જનતાને કોઇ તકલીફ પડવી ના જોઇએ અમારા માટે જનતા સર્વોપરી એવું પ્રવિણભાઇ આહિરે જણાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here