ભગવાન શીવ નીકળશે નગરચર્યાએ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા 

On: March 7, 2024 4:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શ્રી બજરંગ યુવક મંડળ કરાવશે ભગવાન શિવના લાઈવ દર્શન

મહાશિવરાત્રીના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠશે, વહેલી સવારથી જ શિવાલય માં લાંબી લાંબી કતારો પણ જોવા મળશે ત્યારે મહાશિવરાત્રીનો પાવન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હતું વલસાડ જિલ્લા પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે, વલસાડના તિથલ રોડ ઉપર આવેલ જુના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવેલ છે, મહાશિવરાત્રીના દિને દિવસભર માં ભગવાન શિવની ચાર પોહોર ની આરતી સહીત ભવ્ય શોભાયાત્રા નીકળશે, આ શોભાયાત્રા સાંજે 6 વાગે વલસાડના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જુના ગુજરાત હાઉસિંગ બોર્ડ થી પ્રયાણ કરશે  તેમજ તિથલરોડ સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મંદિર પરત જશે આ ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલ માં યોજાય તે હેતુ બજરંગ યુવક મંડળના કાર્યકર દ્વારા આગોતરા આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે વળી ભગવાન શિવની રાત્રી એટલે ભક્તોમાં અનેરો આનંદ માટે રાત્રી દરમિયાન મંદિર ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે અને વલસાડ વાસીઓ ભગવાન શિવના લાઈવ દર્શન કરી શકે તે હેતુ વલસાડના તિથલ રોડ ચાર રસ્તા સર્કિટ હાઉસ ખાતે એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે જેની પૂર્વ તૈયારીઓ પૂર જોસ માં હાથ ધરવામાં આવી રહી છે, મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ ને વલસાડ જિલ્લામાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લાના તમામ નાના મોટા શિવાલયો ને સાજ શણગાર કરવામાં આવી રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!