કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો

0
69

KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય,

22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ

સુરત: 11 માર્ચ 2024

સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. તેનો પ્રથમ રોડ શો (ઈન્વેસ્ટર, બ્રોકર મીટ) સુરતની લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયો હતો. અત્યારસુધી પ્રથમ રોડ શોનું ચલણ દિલ્હી અથવા મુંબઈ રહ્યું છે પરંતુ કંપનીનું હેડક્વાટર્સ સુરત હોય અહીં એક નવો ચિલો પાડવામાં આવ્યો છે. કંપની તા. 22 માર્ચના રોજ બેલ સેરમની પણ સુરતમાં જ કરવા જઈ રહી છે.

માહિતી આપતા કેપી ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું,  IPO માટે પ્રત્યેકની ₹5/- ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવીછે. આઈપીઓ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. આ પહેલા અમારી બે કંપની સ્ટોક માર્કેટમાં આવી ચુકી છે. જેમાં કેપી એનર્જી લિ. વર્ષ 2016માં લિસ્ટેડ થઈ હતી. કેપી એનર્જીની માર્કેટ કેપ આજે રૂ. 2638 કરોડ છે. બીજી કંપની KPI ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2019માં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીનું માર્કેટ કેપ 10404 કરોડ રૂપિયા છે. અમે વિચાર્યું હતું કે, ડોલર જેટલી આપણી કિંમત થાય અને કેપીઆઈ ગ્રીનનો એક રૂપિયો બરાબર 84 રૂપિયા થઈ ગયો. આ પર્ફોમન્સ અમારું રહ્યું છે. કેપી ગ્રુપનું રૂ. 150 અબજથી વધુનું બિઝનેસ એમ્પાયર છે. બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટર સોલાર-વિન્ડ પાવર અને હાઇબ્રિડમાં સારું પ્રદર્શન કરી રહી છે અને જેનો આઈપીઓ લાવી રહ્યાં છે તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ 25 વર્ષથી કામ કરી રહી છે, એટલે હું ચોક્કસ કહીંશ કે તે સારું જ પ્રદર્શન કરશે. અમે વડાપ્રધાન મોદીના રિન્યુએબલ સેક્ટરમાં વર્ષ 2030માં 500 ગીગાવોટ્સના ટાર્ગેટ સુધી પહોંચવામાં એગ્રેસીવલી આગળ ધપી રહ્યાં છે અને દેશની બીજા દેશો પરની નિર્ભરતા ધટાડી રહ્યાં છે.

• નવું ફેક્ટરી યુનિટ બનાવી રહી છે

કેપી ગ્રીન એન્જિનયરિંગ લિ.ના વ્હોલ ટાઈમ ડિરેક્ટર મોઈનુલ કડવાએ કહ્યું હતું, કંપની ભરૂચ જિલ્લાના માતર ગામમાં એક વિશાળ ફેક્ટરી નિર્માણ કરી રહી છે. તેમાં ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડ છે. ઓફર મારફત એકત્ર થનારી રકમમાંથી રૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે. હાલ ડભાસા સ્થિત 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી ફેક્ટરીમાં વાર્ષિક 53,000 મેટ્રીક ટન છે, તે નવા એકમ માતરમાં વાર્ષિક 294,000 મેટ્રીક ટનની ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા વધારવાની યોજના છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપની પાસે આશરે રૂ. 233.91 કરોડની કુલ ઓર્ડર બુક મૂલ્ય સાથે 69 પ્રોજેક્ટ્સ છે.

– ઈન હાઉસ ફેસિલિટી:

વર્ષ 2001 માં સ્થપાયેલી કેપી ગ્રીન એન્જિનિયરિંગ કંપની હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રક્ચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. વધુમાં, તે ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ, ગેલ્વેનાઇઝિંગ જોબ વર્ક અને સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસિસ (FRT) ઓફર કરે છે. સાથે તે રિન્યુએબલ એનર્જી સેક્ટરને સપોર્ટિંગ ફેબ્રિકેશન સોલાર એમએમએસ સ્ટ્રક્ચર, વિન્ડ લેટિસ ટાવર, ટ્રાન્સમિશન ટાવર, પોલનું પણ નિર્માણ કરે છે. કંપની GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) અને MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલમાં તે અનુક્રમે 400 Kw અને 220 Kw સુધીની જરૂરિયાતો પૂરી કરે છે.

– કંપનીનું નાણાંકિય મેનેજમેન્ટ:

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિએ નાણાકીય વર્ષ FY23માં રૂ. 12.40 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડથી વધીને નફામાં 2.73 ગણો જેટલો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 23 દરમિયાન આવક અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધીને રૂ. 114.21 કરોડ થઈ છે, જે 47% નો વધારો દર્શાવે છે. આનું મુખ્ય કારણ ઉત્પાદનો અને સેવાઓના વેચાણમાંથી આવકમાં વધારો છે. કંપનીએ સપ્ટેમ્બર-2023 સુધી માત્ર 6 મહિનામાં નાણાકીય વર્ષ 2022-23ની લગભગ સમાન આવક અને PAT હાંસલ કરી છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં, ઑપરેશન સંચાલનમાંથી આવક રૂ. 103.93 કરોડ હતી અને કર પછીનો નફો રૂ. 11.27 કરોડ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here