ધરમપુરના શીંગારમાળ ગામે નારેગા યોજનામાં કામ કરનારા 30 થી વધુ લોકો 6 માસ થવા છતાં વેતન થી વંચિત 

0
167

જોબકાર્ડ બન્યા ઓનલાઈન લિસ્ટ  બન્યું પણ પૈસા આજે 6 માસ થયા છતાં જમા નહિ થતા સ્થાનિકો ને નારેગા યોજના ઉપર થી ઉઠી રહ્યો છે વિશ્વાસ 

તાલુકા પંચાયત ધરમપુર નારેગા માં રજુઆત કરતા ગ્રાન્ટ ઉપર થી (દિલ્હી) થી આવે છે હવે જે થશે એ મોદી સાહેબ કરશે જેવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે 

ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ શીંગારમાળ ખાતે વર્ષ 2023 માં નારેગા યોજના હેઠળ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં 30 લોકોએ નરેગા હેઠળ કામ કર્યું હતું.જેમાં 30 લોકોના રૂપિયા 50,190 રૂપિયા મજૂરી થતી હોય કાર્ય પૂર્ણ થયા ના આજે 6 માસ ઉપરાંત સમય થવા આવ્યો છતાં તેમના ખાતા માં પૈસા જમા થયા નથી 

શીંગરમાળ મૂળગામ ફળીયા 30 લોકો જેમણે ગત વર્ષ 2023 માં મનરેગા યોજના (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એપ્લોયમેન્ટ ગેરેન્ટી) અંતર્ગત ગામના મૂળગામ ફળિયામાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા જમીન સમતલ કરવા જોબકાર્ડ બનાવી ને સતત કામગીરી કરી હતી.જે પૂર્ણ થયા બાદ રોજગાર પુરી પાડવાની ગેરેન્ટી વળી યોજના માં પણ નાણાં તેમના ખાતા માં આજે 6 માસ જેટલો સમય વીતવા છતાં જમા થયા નથી.30 સ્થાનિકો એ રોજના 1673 રૂપિયા ની ગણતરી કરીયે તો 30 દિવસના રૂપિયા 50,190 રૂપિયા જેટલા ચૂકવવા ના થાય છે અને એ સીધા લાભાર્થી ના બેંક ખાતા જમા થતા હોય છે પણ આજે 6 માસ સુધી રાહ જોવા છતા એક રૂપિયા તેમના ખાતા માં જમા થયો નથી એટલે કે સરકાર નું જે ગેરેન્ટી યોજના છે તેમાં પણ નાણાં મળે એની કોઈ ગેરેન્ટી જણાતી નથી.સમગ્ર બાબતે સ્થાનિકોએ ધરમપુર તાલુકા પંચાયતમાં તેમના મજૂરી ના નાણાં કેમ ન આવ્યા તે અંગે જાણવા પ્રયાસ કર્યો તો તાલુકા પંચાયત મનરેગા યોજના વિભાગ માંથી તેઓને એવું કહેવામાં આવ્યું કે તમારા નામો અને જોબકાર્ડ ની વિગતો ઓનલાઈન થઈ ગઈ છે નાણાં ચુકવણી અમારા હાથમાં  નથી. એ તો બધું દિલ્હી થી થાય મોદી સાહેબ મોકલે ગ્રાન્ટ ત્યારે થશે. તો બીજી તરફ સમગ્ર બાબતે જ્યારે ઇન્ચાર્જ ડીડીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં 100 ટકા ગ્રાન્ટ મનરેગા માં ચુકવણી થઈ ચૂકી છે. જો 100 ટકા ચુકવણી થઈ ગઈ હોય તો શીંગરમાળના 30 લોકો ના 50,190 રૂપિયા ક્યાં ગયા અને કોઈ લઈ ગયું એ પણ તપાસ નો વિષય છે જોકે સમગ્ર બાબતે ડીડીઓ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ની ખાતરી આપવામાં આવી છે ત્યારે એક વાત નક્કી છે કે ગેરેન્ટી યીજના નામ મુકવા થી કોઈ નક્કર ગેરેન્ટી નથી કે વળતર મળી જ જાશે શીંગારમાળ ના લોકો નો આ તાજો દાખલો છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here