Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડના કુલ ૧૪ કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટોનુ સંયુકત રીતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

On: December 28, 2023 1:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી ધ્વારા ભારતના વિવિધ રાજયના ડી.જી.પી. શ્રીઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજયના બોર્ડરના પોલીસ સ્ટેશન ધ્વારા સંયુકત અભ્યાસ કરી કામગીરી કરવાનુ સુચન કરવામાં આવેલ હતુ. જે અનુસંધાને ગુજરાત રાજયના ડી.જી.પી શ્રી વિકાસ સહાય સાહેબ તથા સુરત રેન્જના આઇ.જી.પી શ્રી, વાબાંગ ઝમીર સાહેબની સુચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, ડૉ.કરનરાજ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં પડોશી રાજયોની

પોલીસ સાથે સંયુકત કામગીરી અંગેના અભ્યાસ માટે ગઇ તા.૨૭/૧૨/૨૦૨૩ ના રોજ વાપી ખાતે પાલઘર, નાસીક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-૦૬ જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સીનીયર અધિકારીઓ વચ્ચે કોન્ફરન્સ યોજાયેલ જે કોન્ફરન્સમાં રાજયોની બોર્ડર

ઉપર આવેલ પોલીસ સ્ટેશનો એકબીજા સાથે સહકારથી કામગીરી કરવા તથા સંયુકત નાકાબંધી,સંયુકત કોમ્બીંગ ઓપરેશન, સંયુકત કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ ચેક કરવાની કામગીરી તેમજ ગૌ તસ્કરી,દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ગુટખા ની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી વગેરે ગેરકાયદેસર પ્રવૃતીઓને અટકાવવા માટે સંયુકત ઓપરેશન હાથ ધરવા આયોજન કરવામાં આવેલ.ઉપરોકત બોર્ડર પોલીસ કોન્ફરન્સમાં થયેલ ચર્ચા અનુસંધાને આજરોજ વલસાડ એસ.ઓ.જી, પારડી પોલીસ સ્ટેશન, મરીન ઉમરગામ પોલીસ સ્ટેશન, ઉમરગામ પોલીસ સ્ટેશન, નાની દમણ પોલીસ સ્ટેશન, મોટી દમણ પોલીસ સ્ટેશન, ઘોલવડ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓ ધ્વારા કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટો (૧) ઉમરસાડી જેટી (૨) નાની ઉમરસાડી (૩) કોલક (૪) નારગોલ (૫) તડગામ (૬) ફણસા (૭) કાલય (૮) દાંડી (મરોલી) (૯) મરોલી (૧૦) ઉમરગામ જેટી (૧૧)ખતલવાડા (૧૨) કડૈયા માછીવાડ નાની દમણ (૧૩) મોટી દમણ કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ (૧૪) ઝાય કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ મળી કુલ-૧૪ કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટોનુ સંયુકત રીતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને લેન્ડીંગ પોઇન્ટોની આસપાસના વિસ્તારમાં રહેતા માછીમારોને દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ જણાઇ આવેથી તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન કે પોલીસ કંટ્રોલરૂમ નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!