ટ્રેન માંથી પડી ગયેલા યુવકની સારવાર ચાલતી હતી અચાનક ભાનમાં આવ્યા બાદ યુવકે પગલું ભર્યું

વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે વાપી રેલવે સ્ટેશન ઉપર ટ્રેન માંથી પડી ગયેલા આસામના એક યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો જ્યાં આ યુવક ભાનમાં આવતા જ અચાનક દોડી જઇ સિવિલના છઠ્ઠા માળે થી લગાવી દીધી હતી છલાંગ અને મોત ને ભેટ્યો હતો
મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેક ઉપર વાપી રેલવે સ્ટેશન પહેલા એક યુવક ચાલુ ટ્રેન માંથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ યુવક આસામ નો સુજન ગૌરાંગ બર્મન હોવાનું બહાર આવતા તેને વાપી સ્ટેશન ના સંચાલકો એ 108 ને જાણ કરતા તેને પ્રથમ સારવાર માટે વાપી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં છઠા માળે તેની સારવાર ચાલી રહી હતી ત્યારે તે ભાન માં આવી જતા તે દોડી જઇ છઠ્ઠા માળે થી કૂદકો મારતા તેનું મોત થયું છે હાલ તો ઘટના અંગે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી છે મૃતક યુવકના પરિવાર ને શોધખોળ હાથ ધરી છે





