
ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી ,DYSP એ.કે.વર્મા,ધરમપુર મામલતદાર એફ. કે. વસાવા ,CPI સૂરજ વસાવા ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ નું ધરમપુર PSI એ કે પ્રજાપતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

ધરમપુર પોલીસ મથક ખાતે ડી વાય એસ પી અને સી પી આઈ ની અધ્યક્ષતા માં વિશેષ બેઠક મળી હતી જેમાં કાયદા કીય પ્રશ્નો અને નાતાલ તહેવાર ને લઈ શાંતિ સમિતિ સાથે બેઠક મળી હતી
આજે મળેલી શાંતિ સમિતિ ની બેઠક માં જેમાં પ્રાંત અધિકારીએ દરેક તહેવાર માં કોમી એકતા જળવાઈ રહે અને બીજી અનેક મહત્વ ની બાબતો અંગે સમજણ આપી હતી,DYSP એ પોલીસ ની કામગીરી અંગે અને ખાસ કરીને નાતાલ કે અન્ય તહેવારો માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને અપીલ કરી હતી સાથે સાથે તેમણે જણાવ્યું કે પોલીસ પ્રજાની મિત્ર છે જે લોકો જાહેર માં રજુઆત ન કરી શકતા હોય તો રૂબરૂ મુલાકાત કરી ને રજુઆત કરવાની વાત કરી હતી

જ્યાં તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર થી અન્ય જગ્યાએ રોજગારી માટે જતા લોકો ને લાઇસન્સ ન હોવાને કારણે દંડ આપવામાં આવતો હોય છે પરંતુ RTO ને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં લાઇસન્સ બાબતે કેમ્પ કરવામાં આવે તો ઘણા અમારા આદિવાસીઓ ને લાભ માળી શકે,અને ધરમપુર ખાતે બાયપાસ ખાતે રોડ પર જે રાત્રી દરમ્યાન કચરો ફેંકવામાં આવે છે એમને દંડ કરવો જોઈએ,અને ધરમપુર ના જંગલ વિસ્તારમાં ગામોમાં બોગસ ડૉ. નો રાફડો ફાટી નિકળિયો હોય જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય ની રજુઆત કરી કાર્યવાહી કરવા ની માંગ કરી હતી
આજે આયોજિત કરવામાં આવેલી બેઠકમાં નાનાપોઢા PSI એન સી સગર ,કપરાડા PSI ,અને મોટી સંખ્યા માં ધરમપુર કપરાડા અને નનાપોઢા વિસ્તાર ના આગેવાનો હાજર રહ્યા હતા.





