વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ ના લાભ આપતા વલસાડ જીલ્લા પોલીસ વડા

On: November 10, 2023 4:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો, શાખાઓ, પોલીસ હેડ ક્વાર્ટર, મોટર ટ્રાન્સ્પોર્ટ વિભાગ માં ફરજ બજાવતાં થિયારી/બિન હથિયારી પોલીસ હેડ કોન્સટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટર ની ખાલી જગ્યાઓ હોય જે ખાલી જગ્યા ઉપર પોલીસ કર્મચારીઓને બઢતી મળે તથા પાત્રતા ધરાવતાં પોલીસ કર્મચારીઓને ૧૨,૨૦ તથા ૨૪ વર્ષે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થાય તે માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્મા વલસાડ વિભાગ, વલસાડ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એન.દવે વાપી વિભાગ,

વાપી તેમજ કચેરી ની શીટ શાખા દ્વારા કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી. આ બઢતી કાર્યવાહી અન્વયે આજરોજ તા.૦૮/૧૧/૨૦૨૩ ના રોજ વલસાડ જીલ્લામાં ફરજ બજાવતા હથિયારી/બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલને બઢતી આપવામાં આવેલ તથા પાત્રતા ધરાવતા પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવેલ છે. આમ પોલીસ કર્મચારીઓને સમયસર બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ મળવાના કારણે પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને વધુ ખંત અને નિષ્ઠાપુર્વક કામગીરી કરવા પ્રેરીત થશે. નીચે કોષ્ટકમાં જણાવેલ જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!