વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખનો તાજ કોના શિરે ??

On: August 29, 2023 5:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ગત ટર્મમાં સત્તારૂઢ થયેલા સભ્યો ને  પ્રમુખ ની રેસમાં રિપીટ કરે એવી શકયતા નહિવત 

તાજેતર માં જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી આવનાર છે કારણ કે જિલ્લા પંચાયત માં 16 તારીખે હાલ ના પ્રમુખ ની ટર્મ પૂર્ણ થાય છે ત્યારે પ્રમુખ પદ માટે અનેક લોકો રેસ માં છે જોકે જનરલ બેઠક જાહેર થતા હવે અહીં કોણ પ્રમુખ બનશે તે અંગે અનેક લોકો માત્ર અંદાજ લગાવી રહ્યા છે ઉમરગામ તાલુકામાં થી અગાઉ બે વખત પ્રમુખ પદ અપાયું છે પારડી માં પણ અગાઉના ટર્મ માં પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું વલસાડ તાલુકા અને ધરમપુર માં પણ પ્રમુખ પદ અપાઈ ચુક્યા છે ત્યારે વાપી તાલુકો એક માત્ર પ્રમુખ પદ માટે બાકાત રહ્યો છે 

વલસાડ જિલ્લા પંચાયત ક્ષેત્ર 70 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે તાલુકા પંચાયત સભ્ય હોય કે રાજકીય આગેવાનો મોટા ભાગે એસ ટી. એસ સી વર્ગ માંથી આવતા હોય ત્યારે કોઈ પણ ચૂંટણી આવે તો એસ ટી એસ સી બેઠકો જાહેર થવી જોઈ પરંતુ આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ ની ચૂંટણી માટે જનરલ બેઠક જાહેર થતા અનેક રાજકીય આગેવાનો મુંઝવણ માં છે. ગત ટર્મ માં મહિલા ઉમેદવાર પ્રમુખ પદ આરૂઢ થઈ ચૂક્યા છે ત્યારે ફરી મહિલા ને પ્રમુખ પદ મળે કે કેમ એ પણ એક પ્રશ્ન છે .તો બીજી તરફ જિલ્લા પંચાયત માં વિવિધ પદ ભોગવી ચૂકેલા ની પણ બાદબાકી કરવામાં આવે એવી સાંભવના વધી છે .ઉમરગામ તાલુકામાં થી 2 પ્રમુખો પારડી 1 વલસાડ માંથી બે ધરમપુર માંથી 1 ને પ્રમુખ તરીકે પદ અત્યાર સુધીમાં આપવામાં આવી ચૂક્યું છે ત્યારે વાપી તાલુકો એક માત્ર એવો છે જ્યાં થી હજુ સુધી જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે કોઈ ને પ્રમુખ પદ મળ્યું નથી અપક્ષ સભ્યો બહુમતી ન હોવાથી તેમને પ્રમુખ પદ મળે એવી કોઈ શકયતા નથી ત્યારે ભાજપ શાસિત જિલ્લા પંચાયત માં કોણ પ્રમુખ બનશે એ વિકટ પ્રશ્ન છે જોકે પ્રમુખ ની રેસ માં બે મહિલા સભ્યો અને ત્રણ પુરુષ સભ્યો ના નામો ચર્ચા માં છે ત્યારે જનરલ બેઠક ઉપર કોણ આવશે અને મોવડી મંડળ કોને મેન્ડેડ આપશે તે તો સમય બતાવશે પણ એક વાત ચોક્કસ છે કે આ વખતે પ્રમુખ તરીકે કોઈ નવો ચહેરો આવશે કારણ કે છપાયેલા કાટલા ઓ ને ફરી ભાજપ તક આપે એવી શક્યતા ઓ બહુ ઓછી જણાય આવે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!