Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા ચાર રસ્તા ઉપર પડેલા ખાડા કેમ અદ્રશ્ય થઈ ગયા

On: August 13, 2023 3:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મુખ્ય પ્રધાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તેમજ રાજ્ય પાલ શ્રી વિશેષ ખેડૂત શિબિર માં આવનાર હોય બે માસથી માર્ગમાં પડેલા ખાડા  બપોર બાદ અદ્રશ્ય થઈ ગયા ત્રણ માસ થી લોકોની વ્યથા ના સમજતું વહીવટી તંત્ર અચાનક મુખ્ય પ્રધાન આવનાર હોય બ્રહ્મજ્ઞાન થયું હોય એમ જણાય આવ્યું 

વલસાડ જિલ્લામાં 77 માં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત પણ ઉપસ્થિત રહેશે જેને લઇને વહીવટી તંત્ર હાલ દરેક રીતે સજ બન્યું છે ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ એક તરફ જ્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કપરાડા તાલુકાના અંબેટી ખાતે આવી રહ્યા છે ત્યારે કપરાડા તાલુકાના માર્ગો જે ઊંટ સવારી કરવા માટે પ્રખ્યાત છે એવા માર્ગોને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલે કે મુખ્ય પ્રધાનના આવા અગાઉ માર્ગમાં પડેલા ખાડા પૂરી તેમની સામે ફૂલ ગુલાબી વાતાવરણ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ સામાન્ય જનતા તો તમામ ચીજ વસ્તુઓ સમજતી હોય છે આજે ભર બપોરે માર્ગમાં પડેલા ખાડા પૂરવાની કામગીરી જોરસોર થી કરવામાં આવી હતી જ્યાં છેલ્લા બે માસથી પડેલા ખાડા પૂરવા માટે વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં રોડ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલતું ન હતું ત્યાં મુખ્યપ્રધાન આવવાના હોવાની જાણકારી મળતાની સાથે જ પોતાના કામગીરીની ઉદાસીનતા છુપાવવા માટે તાત્કાલિક ધોરણે ખાળા પુરવાની કામગીરી કરવામાં આવી એટલે કે જ્યારે પણ મંત્રીશ્રી અહીંથી પસાર થાય ત્યારે રોડ ઉપર ખાડા દેખાવા ન જોઈએ કે તેમની ગાડીઓ આ ખાડામાં પડી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતની તમામ તૈયારીઓ અને આખરી પોપ આપી ફૂલ ગુલાબી વાતાવરણ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પણ ચણોદ થી વાંસદા સુધીના મુખ્ય માર્ગ ની અચૂક પણે મુલાકાત લે અને આ મુલાકાત પણ આકસ્મિક લે એવી લોકોમાં માંગ ઉઠી છે એટલે કે સ્થળ નિરીક્ષણ કરે તો લોકોને કેટલી સમસ્યા થઈ રહી છે તે બાબતનો અંદાજ આવે અને તેમના વહીવટી તંત્રના અધિકારીઓ માત્ર બે દિવસમાં ભૂલ ગુલાબી વાતાવરણ રજૂ કરવા કેટલી હદ સુધી જઈ શકે છે તેમનો પણ સંપૂર્ણપણે તેમને ખ્યાલ આવી શકે તેમ છે ત્યારે નાના પુના વિસ્તારમાં આજે ભર બપોરે મોટા હાઇવા ટ્રક લઈ મહિનાઓ પહેલા પડેલા મોટા ખાડા પૂરવાની કામગીરી જોર સોર થી શરૂ કરવામાં આવતા લોકોમાં સમગ્ર બાબત ચર્ચાનો વિષય બન્યો છે સામાન્ય પ્રજાની મુશ્કેલી માર્ગ મકાન વિભાગ કે આરએમબી વિભાગને નયનપટલ ઉપર કે તેમના કર્ણના શ્રવણમાં આવતી નથી પણ જ્યારે પણ કોઈ મંત્રી તંત્રી કે સંત્રી આવનાર હોય ત્યારે રાતો રાત ખાડા પૂરી દઈ ફુલ ગુલાબી વાતાવરણ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જોકે પ્રજા સમજુ છે અને સમગ્ર બાબત સમજી શકે છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!