
આજ રોજ ” મારી માટી મારો દેશ ” કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે વિવિધ કાર્યક્રમ નું આયોજન થયું.જેમાં નદીકિનારે વીર શહીદો નું સ્મારક ખુલ્લું મુકવામાં આવ્યું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ ગામ ના આર્મી માં સૈનિક ની સેવા કરી નિવૃત થયેલા કમલેશભાઈ,ભૂપેશભાઈ,સ્વ :સુરેશભાઈ ( રંજનબેન )નું સાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું. આ સાથે દેશની આન બાન સાન એવા ધ્વજ ને ધ્વજવંદન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધરમપુર પોલીસ સ્ટેશન થી ASI અર્જુનભાઈ, તાલુકા પંચાયત થી જ્યોતિ બેન (ICDS), ધ્વનિબેન (ICDS), TCM શોભનાબેન, PHC ના તમામ કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ, પ્રાથમિકશાળા ના આચાર્યશ્રી તથા શિક્ષકગણ અને ગ્રામપંચાયત ના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સરપંચશ્રી રજનીકાંત પટેલે કર્યું હતું.





