

પાણીની ટાંકીમાં પાણી તો ન આવ્યું પણ ટાંકી જોખમી સેલ્ફી પોઇન્ટ બની રહી છે
વાપી તાલુકાના મોટી તંબાડી પટેલ ફળિયામાં બનેલી અંદાજિત 113 કરોડ રૂપિયા ખર્ચ ની વિવિધ ગામની યોજનામાં કરોડો રૂપિયા ખર્ચી ટાંકી સંપ સહિતનો ચીજો બનાવી દેવાઈ પણ પાણી નું ટીપું ગામમાં પહોંચ્યું નથી જોકે 30 મીટર ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી ઉપર ચડવા ના સ્થળે દરવાજો ન મુકવામાં આવ્યા હોય ચોમાસા દરમ્યાન કેટલાક અસામાજિક તત્વો ટાંકી ઉપર ચડી સેલ્ફી લઈ રહ્યા છે તો ધીમે ધીમેં ટાંકી સેલ્ફી પોઇન્ટ બની રહી છે
મોટી તંબાડી પટેલ ફળીયા માં અંદાજિત 113 કરોડ રૂપિયાના ખર્ચે પાણી ની ટાંકી સંપ હાઉસ બનાવી તો દેવાયા પણ હજુ સુધી કોઈ ગામ માં પાણી પહોંચ્યું નથી એટલું જ નહીં કરોડોના ખર્ચે બનાવેલા આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની જાળવણી માટે કે સુરક્ષા માટે દરવાજા ન મુકવામાં આવતા સ્થાનિક યુવકો તો કેટલાક અસામાજિક તત્વો પાણીની ટાંકી ઉપર ચડી ને ચોમાસા દરમ્યાન સેલ્ફી ખેંચી રહ્યા છે અને પાણીની ટાંકી હાલમાં હોટ ફેવરિટ સેલ્ફી પોઇન્ટ બની રહી છે સમગ્ર બાબત કોન્ટ્રાકટર ની બેદરકારી જ છે કારણ કે ટાંકીમાં ઉપર ચડવા ના દાદર પાસે જે દરવાજો મુકવો જોઈએ તે મુકવામાં આવ્યો નથી જેના કારણે અનેક યુવકો ચોમાસા દરમ્યાન જોખમી રીતે સેલ્ફી લેવા ટાંકી ઉપર ચડી રહ્યા છે જે અંગે કોઈ તાત્કાલિક પગલાં ભરવામાં આવે એવી માંગ સ્થાનિકો માં ઉઠી રહી છે નહીં તો અહીં સેલ્ફીના ચક્કર માં કોઈ મોત ને ભેટે તો નવાઈ નહિ





