Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શુ તમે પણ કુંવારા છો ?લગ્નના અભરખા પડી શકે છે ભારી ..

On: June 24, 2023 2:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  • વલસાડ પોલીસે લુટેરી દુલ્હનને વલસાડ થી ઝડપી લીધી
  • ભાવનગરના રહીશ સાથે લગ્ન કરી પૈસા પડાવી ભાગી જનાર લૂંટેરી દુલ્હનને દસ મહીના બાદ ઝડપી પાડતી SOG વલસાડ

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને જીલ્લાના તથા અન્ય જીલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે એસ.ઓ.જી.વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગોસ્વામી સા.ની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.શાખાના પો.સ.ઇ એન.સી.સગર એસ.ઓ.જી.સ્ટાફના માણસો સાથે વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો અલ્પેશભાઇ ભીમાભાઇ નોકરી.એસ.ઓ.જી.વલસાડને મળેલ સયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે ભાવનગર જીલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૨૦૪૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૨૦, ૧૨૦(બી) મુજબના ગુન્હાના કામે ભોગ બનનાર સાથે લગ્ન કરી છેતરપીંડી કરનાર વોન્ટેડ મહીલા સલમાબેન ઉર્ફે કવિતાબેન D/૦ શબ્બીરભાઇ વાંસદાવાલા જાતે.ઘાંચી ઉ.વ.૩૩ રહે.વલસાડ, નનકવાડા, ટીવી રીલે કેન્દ્રની નજીક, અમરનાથ મંદીર, ખુશ્બ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૦૧, વલસાડ સીટી પો.સ્ટે. તા.જી.વલસાડ તથા લીલાપોર ગામ, મણીવિલા સોસાયટીના પાંચમા માળે, ટેરેસની રૂમમાં તથા મુળ રહે.વલસાડ ઘાંચીવાડ, દોંડીયા ટેકરા, તા.જી.વલસાડ નીને વલસાડ નનકવાડાના રહેણાંક ઘરેથી મહીલા પોલીસ સાથે પકડી પાડી ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ખરાઇ કરતા મજકુર સલમાબેન ઉર્ફે કવિતાબેન ગારીયાધાર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના  વોન્ટેડ હોવાની હકીકત જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આ કામે પકડાયેલ મહીલાએ ભોગ બનનારનો તથા તેમની પાસેથી મેળવેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂા ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સલમાબેન ઉર્ફે કવિતાબેન D/૦ શબ્બીરભાઇ વાંસદાવાલા જાતે.ઘાંચીને તા.૨૨/૦૬/૨૦૨૩ કલાક:૧૪/૩૦ વાગ્યે સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ તાબામાં લઇ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી ભાવનગર જીલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

*લગ્ન કરવા ઇચ્છુક યુવક અને પરિવાર ને ફસાવી લગ્નનું નાટક કરી થોડા દિવસમાં છેતરપિંડી કરી રવાના થઈ જતી હતી યુવતી 

લગ્ન વાંચ્છુક યુવકોને લગ્ન કરાવવાની લાલચ આપી લગ્નનુ નાટક કરી થોડા દિવસોમાં તેઓ સાથે છેતરપીંડી આચરનાર ટોળકીમાં સામેલ “લુંટેરી દુલ્હન” ને દસ મહીના બાદ ઝડપી પાડવામાં એસ.ઓ.જી વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.

 સમગ્ર કિસામાં ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી)ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એન.સી.સગર તથા એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા અ.પો.કો કિરીટસિંહ ધરમસિંહ તથા અ.પો.કો અલ્પેશભાઇ ભીમાભાઇ તથા વલસાડ સી.ટી પોલીસ સ્ટેશનના વુમન હે.કો શાહીદાબાનુ સૈયદઅલી નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!