Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

Four Pillars  Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે

On: May 30, 2023 1:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત, મે 30: .આજના ખૂબજ સ્પર્ધાત્મક વિશ્વમાં દરેક કંપની, કોર્પોરેટ્સ અને બ્રાન્ડ્સને તેમના ક્લાયન્ટ્સ સુધી પહોંચવા માટે પરંપરાગત માધ્યમોની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગની મહત્વતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ક્ષેત્રે બિઝનેસની અપાર તકોને સાંપડવાના ઉદ્દેશ્ય સાથે શહેરની અગ્રણી Four Pillars  Media  એજન્સીએ તેના ફૂડ, લાઇફસ્ટાઇલ, જ્વેલરી, રોક્સ, ઇવેન્ટ્સ, એજ્યુકેશન, ફાઇનાન્સ વગેરે ક્ષેત્રના ક્લાયન્ટ્સને એક જ છત નીચે તમામ સર્વિસિસ ઓફર કરવાની કટીબદ્ધતા દોહરાવી છે.

કંપનીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિઝાઇનિંગ, મીડિયા પ્લાનિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, પર્ફોર્મન્સ માર્કેટિંગ, પ્રોડક્શન, પીઆર અને કમ્યુનિકેશન સહિતની ઓફરિંગની વિશાળ શ્રેણી ક્લાયન્ટ્સ સમક્ષ રજૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે આજે ક્લાયન્ટ્સ એક જ એજન્સી પાસેથી તમામ પ્રકારની સર્વિસિસની અપેક્ષા રાખી રહ્યાં છે, જેથી તેમની કામગીરી સુચારૂઢબે આગળ વધે તથા તેઓ ગ્રાહકો સુધી પહોંચવાના તેમના લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકે. આ પરિસ્થિતિને જોતાં Four Pillars  Media  એજન્સી દ્વારા ઓફર કરાતી વિવિધ સર્વિસિસ તેમને કોઇપણ સમસ્યાઓનો સામનો કર્યાં વગર તેમના લક્ષ્યને હાંસલ કરવામાં ઉપયોગી બની રહે છે.

કંપનીની પ્રોડક્ટ્સની શ્રેણી વિશે વાત કરતાં Four Pillars  Media ના સ્થાપકે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં માર્કેટિંગની સમગ્ર પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે ક્લાયન્ટ્સ પરંપરાગત માર્કેટિંગના ટુલની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગ ઉપર વધુ ધ્યાન આપી રહ્યાં છે તથા તેના માટે બજેટમાં નોંધપાત્ર ફાળવણી પણ કરી રહ્યાં છે. આજે ડિજિટલ માર્કેટિંગ ક્લાયન્ટ્સ અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચવાનું એક મજબૂત ટુલ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે અમારા દ્વારા ઓફર કરાતી તમામ સર્વિસિસિ ગ્રાહકોની ક્વોલિટીની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરશે.

આગામી સમયમાં અમે અમારી કામગીરી ગુજરાત અને દેશના બીજા પ્રદેશોમાં પણ વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ.

# Four Pillars  Media

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!