ધરમપુરના તામછડી ગામે હત્યા કરી પ્લાસ્ટિકની ઠેલાં માં ભરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી 

On: May 28, 2023 3:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુરના ઊંડાણના ગામ તામછડી થી મોટી કોરવડ જતા માર્ગ ઉપર પ્લાસ્ટિકના ઠેલાં માં કોઈ બોથડ પદાર્થ વડે માથાના ભાગે મારી હત્યા કરી થેલામાં ભરી ફેંકી દેવામાં આવતી દુર્ગન્ધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે મૃતક યુવક કોણ છે તેની ઓળખ થઈ શકી નથી 

તામછડી થી મોટી કોરવડ જતા માર્ગમાં પ્લાસ્ટિકની થેલી માં ભરેલી ગળું કાપી હત્યા કરાયેલી 30 થી 35 વર્ષીય અજાણ્યા યુવકની લાશ દુર્ગન્ધ મારતી હોય પસાર થતા લોકોએ જોતા સ્થાનિક અગ્રણીને જાણ કરી હતી જે બાદ સ્થાનિકો ભેગા મળી પોલીસ ને જાણ કરતા ધરમપુર પોલીસ મથકના પી એસ આઈ પ્રજાપતિ તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો લઈ હત્યા અંગેનો ગુનો દાખલ કરી મૃતક યુવક ના પરિવાર જનો કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે જોકે આ લખાય છે ત્યાં સુધી તેની કોઈ ઓળખ થઈ શકી નથી 

.મૃતક ને માથાના ભાગે ડાબા કાન ની પાછળ કોઈ બોથડ પદાર્થ વડે મારી તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે તેમજ મૃતકની લાશને સગે વગે કરવા માટે થેલીમાં ભરી રોડની બાજુ માં ફેંકી દેવાઈ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!