કપરાડા ના મોટાપોંઢા ખાતે તા. 06 જુલાઈ મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ જયંતિ નિમિત્તે ભાજપ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મોટાપોંઢા જીલ્લા પંચાયત સદસ્ય કેતનભાઈ પટેલ ની આગેવાની હેઠળ ઉપસ્થિત લોકોને વૃક્ષારોપણની જાગૃતિ માટે અપીલ કરી કોરોના કાળ દરમિયાન ઓક્સીજન નું મહત્વ સમજાવી મોટી સંખ્યામાં વૃક્ષો રોપી તેનું જતન કરવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટાપોંઢા તાલુકા પંચાયત સભ્ય જયાબેન પટેલ, કપરાડા બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ કમલેશભાઈ સોલંકી, માજી ડે. સરપંચ ગણેશભાઈ પટેલ,તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ વિજય ભાઈ ,એસ સી યુવા મોરચા ના પ્રમુખ પ્રવીણભાઈરમેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ તથા શાહજી એમ.ડી સાર્વજનિક હાઈસ્કૂલ ના આચાર્ય દિનેશભાઈ ત્રિવેદી, કોલેજના ઈંચાર્જ આચાર્ય સતીશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતુ.
Breaking News
ગણેશોત્સવ નિમિત્તે 300 ગણેશ મૂર્તિનું વિતરણ, રક્તદાન કેમ્પમાં 25 બોટલ રક્ત એકત્ર
વલસાડ જિલ્લામાં ગઈકાલે સરેરાશ 0.33 ઇંચ વરસાદ, કુલ મોસમી વરસાદ 110.74 ઇંચ
વાપીમાં રૂ. ૨૧૩.૬૦ કરોડનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનાં ૧૦ વિકાસકામોને મંજૂરી
“Fake Police Officers, Stolen Gold! Valsad LCB Cracks Irani Gang Network
વાપી, ઉમરગામમા પાનના ગલ્લે બેસી રહેતા, જમીન દલાલોનો રાફડો
વલસાડ જિલ્લા- દમણ -દાદરા-નગરહવેલી કેટરિંગ એસોસિએશનની AGM યોજાઈ હતી અને નવી ટીમની રચના કરવા માં આવેલ હતી.






