રાજપુરી તલાટ નજીક ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત ઇકોમાં સવાર 4 બાળકો સહિત ને સામાન્ય ઇજાઓ જ્યારે એક મહિલાને સુરત ખસેડાઇ

On: April 23, 2023 4:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજપુરી તલાટ ઠાકર ફળીયા કરંજવેરીથી પાણી કડક તરફ જતા રોડ ઉપર ઇક્કો કાર ચાલકે કાબુ ગુમાવતા શેરડી ભરેલી ટ્રક સાથે આથડાઈ જેમાં ઇકોમાં સવાર નાના બાળકો સહિત 6 થી વધુને નાની મોટી ઇજાઓ થઈ જેમાં એક મહીલાને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખસેડાઇ છે ઇકકોમાં ફસાયેલા ચાલકને સ્થાનિકોએ બહાર કાઢ્યો

રામદાસભાઇ ડોડુંભાઈ વામણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે એક  maruti eeco કાર નંબર એમએચ 03 એ ડબલ્યુ 6848 નો ચાલક જયેશભાઈ અશોકભાઈ સાલવી જેના સરનામાની ખબર નથી પોતાના કબજાની ઇકો કારને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી આવતી tata ટ્રક નંબર એમએચ 15 બીજે 16 22 ને એકસીડન્ટ કરી ટ્રક ચાલકને સામાન્ય ઇજા તથા ઇકો ગાડીમાં બેસેલા માણસોને શરીરને નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી ઇકોમાં સવાર 4 નાના બાળકો મહિલાઓ સહિત 6 ને સામાન્ય ઇજાઓ પહોંચી છે જ્યારે ચાલકને પણ પગના ભાગે તેમજ કમરના ભાગે ઇજાઓ થઈ છે એક મહિલાને સારવાર અર્થે સુરત લઈ જવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!