Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુકાશે 22 થી વધુ કેમેરા..

On: April 19, 2023 3:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  • દારૂ પીને બાઈક ચલાવશો તો પોલીસ કાર્યવાહી કરશે
  • હેલમેટ વિના અને સીટ બેલ્ટ વિના વાહન ચલાવશો તો પોલીસ દંડ કરશે
  • લાયસન્સ માટે આર ટી ઓ અને પોલીસ વિભાગ વિશેષ કેમ્પ કપરાડા તાલુકામાં યોજાશે
  • સામાન્ય પ્રજા અને મજૂર વર્ગને હાલાકી ન પડે તે રીતે કાર્યવાહી કરવા પોલીસને એસ પી ની તાકીદ

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા અને વાપી ડી વાય એસ પી દવે દ્વારા આજે કપરાડા પોલીસ મથક અને નાનાપોઢા પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમાં અરજદારો ને સાંભળ્યા હતા જે બાદ સ્થાનિક અગ્રણીઓ સાથે પણ બેઠક કરી સ્થાનિક પ્રશ્નો અને પોલીસની કામગીરી અંગે ચર્ચા કરી હતી ભાજપના તાલુકા પ્રમુખ રમેશભાઈ ગાંવીતે જણાવ્યું કે ઊંડાણ ના ગામોથી રોજી રોટી રળવા માટે શહેર કક્ષાએ એટલે કે વાપી પારડી કે વલસાડ જતા રોજમદાર આદિવાસીઓ માટે પોલીસ વાહન ચેકીંગના નામે પકડી આર ટી ઓ મેમો આપી દેતી હોય છે જેઓ માંડ માંડ 300 રૂપિયાની કમાણી માટે જેમની પાસે ભાડું પણ નથી હોતું એવા લોકો ને પોલીસ દંડનો ભોગ બનવું પડે છે ત્યારે આવા લોકોને થોડી રાહત રહે એવી અપીલ કરી હતી જે બાબતે એસ પી એ ખાતરી આપતા જણાવ્યું કે પોલીસ હવે થી દારૂ પીને વાહન હંકારતા ,વાહનો માં નિયત સીટ કરતા વધુ બેસાડનારા સામે કાર્યવાહી કરશે સાથે પોલીસ  બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી હશે એની સામે જ વાહન ચેકીંગ કરશે નાનાપોઢામાં  કુલ 22 કેમેરા મુકવામાં આવશે કપરાડા અને નાનાપોઢા ખાતે આર ટી ઓ વિભાગ સાથે મળીને વિશેષ લાયસન્સ કેમ્પનું આયોજન પણ ટૂંક સમય માં ગોઠવાશે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ ભાઈ પટેલ દ્વારા બાલચોડી મુખ્ય માર્ગ ઉપર આવેલી શાળા પાસે સ્પીડ બ્રેકર મુકવા માટે અનુરોધ કર્યો હતો ડો.રાજદીપસિંહ ઝાલા એ આગેવાનો ને જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં અનેક ચિટ ફંડ કંપનીઓ સક્રિય છે લોકો સરકાર માન્ય કંપનીમાં પોતાના મહેનત ના નાણાં રોકે એવી અગ્રણીઓ સમજણ આપે એ જરૂરી છે સ્થાનિક અગ્રણીઓ નાનાપોઢા માં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા અંગે આભાર વ્યક્ત પણ કર્યો હતો સાથે જ ગુનાહિત પ્રવૃત્તિ નિસ્તેનાબૂદ થાય એ માટે પોલીસ સદા તતપર છે આજે એસ પી ની મુલાકાત દરમ્યાન નાનાપોઢા પી એસ આઈ,ભાજપ ઉપ પ્રમુખ અને કપરાડા એ પી એમસી ના ચેરમેન મુકેશ પટેલ ,વેપારી મંડળના પ્રમુખ અનિલ ભાઈ દવે, સામાજિક આગેવાન ધર્માંભાઈ સહિતના આગેવાનો હાજરી આપી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!