5 થી વધુ લોકોને બેંકમાં લઈ આવી પોતાના દાગીના એમના નામે બેંકમાં મૂકી અન્ય લોકોના નામે લોન ઉઘરાવી લોનના પૈસા લઈ રફુચક્કર થઈ જનાર દીનેશલાલ ધાબુલ સામે પોલીસ ફરિયાદ થઈ

ધરમપુરમાં ધામણી મૂળ ગામ ફળિયામાં રહેતા દુકાનદાર પાસે પોતાની પત્નીના નામે ગોલ્ડ લોન કરાવી રોકડ રૂપિયા પાડોશી એ લઈ લઈ લોન ન ભરી તેમજ પાડોશી એ લોન લેવા જમા કરાવેલું ગોલ્ડ પણ ખોટું હોવાનું બહાર આવતા પાડોશી એ ચીટીંગ કરી હોવાની ફરિયાદ એક દુકાનદારે આપી છે જો કે આ અગાઉ પણ છેતરપિંડી કરનારો અનેક લોકોને બેંકમાં ગોલ્ડ લોન મુકાવી નાણાંની ઉચાપત કરી ગયો હોવાનું બહાર આવી રહ્યું છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરમપુરના ધામની મૂળ ગામ ફળિયામાં રહેતા મહાવીર છત્રભુજ ગુજ્જર મૂળ રહેવાસી ચીતોડા ગામ તાલુકો આસીન જિલ્લો ભીલવાડા રાજસ્થાન જે છેલ્લા સાત વર્ષ ઉપરાંત થી ધામણી ગામે પોતાની દુકાન ચલાવે છે જેની સાથે જ પાડોશમાં રહેતા દિનેશલાલ અંબાલાલ ધાબુલ નામના શકશે મહાવીર ગુજરને પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી તેની પાસે ઓછીના પૈસા માંગ્યા હતા જોકે મહાવીર ગુજરે પૈસા ન હોવાનું જણાવી વાતને ટાળી હતી પરંતુ દિનેશલાલ અંબાલાલ ઢબૂલે મહાવીર ગુજ્જર ને એવું જણાવ્યું કે તેની પાસે સોનાના દાગીના છે અને આ સોનાના દાગીના મૂકી બેંકમાંથી લોન લઈ શકાય તેમ છે પરંતુ અગાઉથી જ દિનેશલાલ અંબાલાલ ધબુલ ના નામે બેન્ક લોન હોય બેંક તેને વધુ લોન આપશે નહીં એમ જણાવી મહાવીર છત્રભુજ ગુજ્જર ની પત્નીના નામે ધરમપુરના પ્રભુ ફળિયામાં આવેલી bank of baroda માં તારીખ 12 9 2022 ના રોજ ચાર સોનાની ચેન એક બ્રેસલેટ મળી 136 ગ્રામ 24 કેરેટનું હોય જેની કિંમત અંદાજિત 8,40,960 થતી હોય તે પારસ બેન મહાવીર ગુજ્જર ના નામે બેંકમાં મુકાવી ₹6,11,000 ની લોન લીધી હતી. તેમજ તારીખ 16 1 2023 ના રોજ ₹ 6,72,000 ની વધુ લોન લઈ લોન ના આવેલા નાણા દિનેશ અંબાલાલ ધબુલ ઉપાડીને પોતાની સાથે લઈ ગયો હતો જો કે મહાવીર છત્રભુજ ગુજ્જર ને ત્યારે સમગ્ર બાબતની જાણ થઈ જ્યારે બેંકની એક ટીમ તેમના ઘરે ઉઘરાણી માટે પહોંચી હતી કારણ કે લોન લીધા બાદ લોનની ભરપાઈ કરવાનું કહી રહેલ દિનેશલાલ અંબાલાલ ઢબૂલે લોન ભરી ન હતી તેમજ તેણે બેંકમાં જમા કરેલું સોનુ પણ નકલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું જેને પગલે બેંકની ટીમ દિનેશલાલ ને શોધી રહી હતી જો કે આ સમગ્ર ઘટનામાં અંદાજિત રૂપિયા 12,83,000 ની છેતરપિંડીનો ભોગ બનેલા મહાવીર છત્રભુજ ગુજ્જર એ ધરમપુર પોલીસ મથકમાં દિનેશ અંબાલાલ ધાબુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડી નો ગુનો દાખલ કર્યો છે અને દિનેશ અંબાલાલ ધાબુલની શોધખોળ શરૂ કરી છે





