ધરમપુર પોલીસે રાત્રે અઢી વાગ્યે ઉકતા વિસ્તારમાં રેઇડ કરી ચકલી પોપલીનો જુગાર રમતા ચારને ઝડપી લીધા

On: February 26, 2023 4:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અંતરીયાળ ગામોમાં હવે લગ્નના માહોલ હોય એવા ગામોમાં ખેતરોમાં રીતસરના ટોળે વળી લોકો ગોળ કુંડાળા માં બેસી ને ચકલી પોપલીનો જુગાર રમે છે જેમાં યુવા ધન અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે સમગ્ર બાબતની બાતમી ધરમપુર પોલીસને મળતા પોલીસે રેડ કરતા સ્થળ જુગાર રમાડી રહેલા 4 ઈસમો ને દબોચી લીધા હત

ધરમપુર પોલીસના પી એસ આઈ એ કે પ્રજાપતિ અને તેમના સ્ટાફ ને મળેલી બાતમી મુજબ ઉકતા ખાતે ચાલી રહેલ એક લગ્ન પ્રસંગના માહોલ થી થોડે દુર ખેતર માં ખુલ્લી જગ્યામાં કુંડાળા માં બેસી ને ચકલી પોપલીનો જુગાર રમાઈ રહ્યો હતો પોલીસ મથકના પી એસ આઈ અને સ્ટાફે રેઇડ કરતા સ્થળ ઉપર થી ચાર ઈસમો ને રંગે હાથે જુગાર રમાડતા ઝડપી લીધા હતા

પકડાયેલ ઇશમોમાં સ્થળ ઉપર થી જીગ્નેશ ગમન નેવળ રહેવાસી પાનવા મોકાસી પડ્યા જેની પાસેથી  રોકડ રૂપિયા 10000 દાવના 940 રૂપિયા એક મોબાઈલ ફોન ₹5,000 મળી કુલ 15,940 નો મુદ્દા માલ તેની પાસે કબજે કર્યો છે જ્યારે અન્ય એક યુવક દીપક ઢાંકલ વાલગઢ રહેવાસી માકડ બંધ ચણવાઇમાળ ફળિયા તેની પાસેથી રોકડ રૂપિયા 4000 દાવના 940 5000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી 940 નો મુદ્દા માલ મળી આવ્યો હતો જ્યારે બાબલુંલાહનું ડબકિયા રહેવાસી પાનવાખોરી ફળિયા રોકડ ₹3,000 દાવના 620 રૂપિયા હજાર રૂપિયા નો મોબાઇલ ફોન તેમજ ઇકો કાર રજીસ્ટ્રેશન નંબર gj 15 cj 31 40 મળી કુલ ₹2,04,620 નો મુદ્દા માલ કબજે લેવાયો છે જ્યારે બીપીન મગન વાલગર રહેવાસી માકડ બંધ ચણવાઈ માળ ફળિયા અંગ જડતી માંથી 10,000 રોકડા દાવના રૂપિયા 520 તેમજ 5000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી 11020 રૂપિયા નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે આમ પોલીસે જુગાર ના અલગ અલગ ચાર કેસ નોંધ્યા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!