ધરમપુર મહારાણા વિજીયદેવજી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બેડમિન્ટન,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસની ઓપન ટુર્નામેન્ટ યોજાઈ.

On: January 31, 2023 6:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વિજેતા ઓને ઇનામ વિતરણ

મહારાણા વિજીયદેવજી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે મહારાણા વિજય દેવજી સ્પોર્ટસ ટુર્નામેન્ટ યોજાઇ જેમાં બેડમિન્ટન,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસ એમ કુલ 4 રમતોનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ચેસ ઓપન,કેરમ ઓપન સિંગલ/ડબલ, બેડમિન્ટનમાં બોય્સ અન્ડર 13,15,17, ગર્લ્સ અન્ડર 13,19, બેડમિન્ટન અબોવ 35,45-55 તથા ઓપન બેડમિન્ટન,ટેબલ ટેનિસ અંડર 15,19 બોય્સ/ગર્લ્સ,ટેબલ ટેનિસ બોય્સ/ગર્લ્સ ઓપન સિંગલ અને ડબલ જેવી વિવિધ કેટેગરીમાં આ ટુર્નામેન્ટ રમાઈ હતી,

ટુર્નામેન્ટમાં વલસાડ,નવસારી,સેલવાસ,રાજપીપળા અને છેક મહારાષ્ટ્રથી આવેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બોય્સ બેડમિન્ટન અન્ડર 13માં સચિન માને,અન્ડર 15 તથા 17 માં ધ્રુવ ડોડીયા, અન્ડર 19માં જેનિશ પટેલ,ગર્લ્સ બેડમિન્ટન અન્ડર 13માં રિધ્ધિ મિસ્ત્રી,અન્ડર 19 માં નિકીતા સ્વામી,બેડમિન્ટન ઓપન સિંગલમાં ઇકરમૂલ હક, બેડમિન્ટન ઓપન ડબલમાં કૃતિક્ષ શાહ-અંશુમન ભંડારી,બેડમિન્ટન અબોવ 35માં આશિષ શેટ્ટી-અભિષેક શર્મા, અબોવ 45 અને 55માં આશિષ શેટ્ટી અને મુકુલ ગુપ્તા વિજેતા થયાં હતાં, ચેસમાં વિપુલ ઝા,કેરમ સિંગલમાં ધર્મિન ગુપ્તા,કેરમ ડબલમાં ધ્રુપલ બાપુ-પ્રીત પાંજરોલિયા વિજેતા થયાં હતાં.ગર્લ્સ ટેબલ ટેનિષમાં અન્ડર 15માં મુસકાન,અન્ડર 19 સિદ્ધિ બલસારા તથા ગર્લ્સ ઓપન સિંગલ્સમાં સિદ્ધિ બલસારા વિજેતા થઇ હતી, ટેબલ ટેનિષ બોય્સ અન્ડર 15માં પ્રીત પટેલ, અન્ડર 21માં રીષિ પટેલ,બોય્સ ઓપન સિંગલમાં ભાવીન ભંડારી, ઓપન ડબલ્સમાં ભાવીન-પ્રતિક વિજેતા થયાં હતાં. 

વિજેતા તથા રનર્સઅપ થયેલ તમામ સ્પર્ધકોને ટ્રોફી તથા રોક્ડ ઈનામ અતિથિ વિશેષ સાગર સોલંકી,સમીપ રાંચ, વસંત પટેલ તથા ડો.યોગેન્દ્ર વાટકરને હસ્તે આપવમાં આવ્યું હતું

આયોજનને સફળ બનાવવા મીત કાપડિયા, ઉર્જેશ રાંચ,ગૌરવદેવ સિસોદિયા,રાહુલ પરમાર,આશિષ શર્મા,સિદ્ધાર્થ ભરૂચા તથા સ્વપ્નિલ મોહિલે સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!