Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરના આવધા ગામે યુવાદિન તથા સાકાર વાંચન કુટીરના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

On: January 13, 2023 10:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

યુગદ્રષ્ટા  મહામાનવ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તથા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમનું ઉદઘાટન  ડૉ. દોલતભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું.  ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

      આ પ્રસંગે ઉપસ્થિત  બી.એન.જોષી (નિવૃત્ત પ્રિન્સિપાલ મોટાપોંઢા કોલેજ) એ ભારતીય સંસ્કૃતિની સુવાસ આખા વિશ્વમાં ફેલાવનાર સ્વામી વિવેકાનંદના જીવનની ઝાંખી કરાવી હતી.તથા સ્વામીજીના જીવન માંથી પ્રેરણા લેવા. જણાવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા તથા રજનીકાંત પટેલે યુવાઓને ખૂબજ મહેનત કરી આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી.

સમગ્ર ગુજરાતમાં સ્વામીજી ના વિચારોને યુવા સમક્ષ મૂકવાનું અદભુત કાર્ય કરી રહેલા ડૉ. દોલતભાઈ દેસાઈ (શ્રી રામકૃષ્ણ-  વિવેકાનંદ  સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર)  સ્વામીજીના વિચારો વિશે, ભારતીય સંસ્કૃતિ વિશે તથા યુવાનો વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. 

રેન્બો વોરિયસ ગ્રુપના કો. ઓર્ડીનેટર  શંકર પટેલે સાકાર વાંચન કુટીરમાં સૌથી વધુ યોગદાન આપનાર સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉંડર હિતેનભાઈ ભૂતા (USA નિવાસી) , ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ, પાર્થ ટ્રેડ્સ વાપી, સ્વ. દિનેશભાઈ પટેલ (GES-II) આવધા ગામના આગેવાનો, સરપંચ આવધા તથા નામી- અનામી સૌ દાતાશ્રીઓ તથા શ્રમદાન આપનાર સૌના યોગદાનને બિરદાવ્યું 

 આ પ્રસંગે જયંતિભાઈ પટેલ શીતળ છાયડો લાઈબ્રેરી નગારિયાના સ્થાપક , સુરેશભાઈ મોકાશી (માજી તાલુકા પંચાયત સભ્ય) , ધીરુભાઈ (રાજપુરી જંગલ સરપંચ), મહેશભાઈ ગરાસિયા (Rto કચેરી વલસાડ), જગદીશ ગરાસિયા (શિક્ષક), કમલેશભાઈ  દલવી ગ્રામ પંચાયત સભ્ય, તેમજ નાની ઢોલડુંગરી, મરઘમાળ તથા કાનજી ફળિયાના rainbow warriors   મિતેશ પટેલ, અંકિત પટેલ,  તેજસ પટેલ, જીજ્ઞેશ પટેલ,  સુરેન પટેલ  દિપક પટેલ,હિરેન પટેલ, મયુર પટેલ, હિમેશ પટેલ, ધ્રુમિલ પટેલ, જતીન પટેલ,  આવધા ગામના યુવાનો, આગેવાનો, વિદ્યાર્થીઓ  હાજર રહ્યા હતાં.

         સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન Rainbow warriors Dharampur, સાકાર વાંચન કમિટી આવધા, સાંઈ સેવા સહયોગ ગ્રુપના સભ્યો વિજયભાઈ દળવી, દિપેશ દળવી, પરિમલ દળવી તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!