મોદી સાહેબ એક નજર ઇધર ભી…

On: November 19, 2022 3:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચોમાસામાં સમારકામના નામે નકરી વેઠ ઉતારી ધૂળ નાખી લોકો માટે પરેશાની ઉભી કરનાર પરિયા અંબાચ કરવડ રોડ બનાવવા નું મુહરત ક્યારે આવશે ...
રોડ નહિ બને તો લોકો ચૂંટણી નો બહિષ્કાર કરશે એવી ઉઠી ચર્ચાઓ..
વાહન ચાલકો માટે પરેશાની ભર્યો માર્ગ

24 કરોડ ના ખર્ચે લોકોની સુવિધા માટે બનાવવામાં આવનાર પારડી પરિયા અંબાચ કરવડ રોડ છેલ્લા ચોમાસા થી અત્યંત બિસ્માર છે.પરંતુ મોદી સાહેબ આપ સાહેબ ના અનેક રાજકીય નેતા ઓ જાણે નેત્ર હીન બની ગયા હોય એમ આ રોડ થી રોજ બરોજ પસાર થાય છે પરંતુ કોન્ટ્રાકટર ને સુચન કરવામાં કોણ જાણે કેમ તેઓના હાથ પગ ધ્રૂજે છે જે એક રોડ સમારકામ માટે ભલામણ કરી ન શકતા હોય તો ચૂંટણી જીત્યા પછી પ્રજાના પ્રશ્નો નો શુ ઉકેલ લાવશે ..

તાજેતર માં આરોડ ઉપર ડામર રોડ જે સી બી મશીન થી ઉખાડી ફેંકી તેના ઉપર માત્ર મેટલ પાથરી દેવાઈ છે જેના કારણે આવતા જતા વાહન ચાલકો ને અસહ્ય ધૂળ નો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ ઉપર ખુદ સાંસદ શ્રી નું ગામ આવે છે વળી આ વિસ્તાર કપરડા વિધાન સભામાં આવે છે છતાં અહીંના રાજકીય નેતા માત્ર માઇકો ઉપર રેવડી વહેંચતા કે લોલીપોપ આપવા પૂરતા સીમિત હોય એમ લાગે છે 

મોદી સાહેબ આપ પ્રજાના નાનામાં નાના પ્રશ્નો ને જાણો સમજો અને અનુભવો છો ત્યારે આપના જ સાથે કામ.કરનારા લોકો સાવ ગોકળ ગતિએ ચાલનારા અને કામ કરવામાં ઢીલાશ વાળા હોય એમ જણાઈ આવે છે 

અહીં કામ કરનારા કોન્ટ્રાકટર દવારા રોડ ઉપર ધૂળ ન ઉડે તે માટે પાણી છંટકાવ કરવા કોન્ટ્રાકટ પણ આપ્યો હોવાનું કહેવાય છે પરંતુ એકાદ દિવસ ટેન્કર આવ્યા બાદ અંબાચ ગામે આજ દિન સુધી પાણી છાંટવાના ટેન્કરો એ દર્શન દીધા નથી ..જેના કારણે અસહ્ય ધૂળ વાહનો ની અવર જવર ને કારણે ઉડી રહી છે જેના થકી વાહન ચાલકોને ગળા અને શ્વાસના રોગો વધી રહ્યા છે એલર્જીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે 

ત્યારે લોકોની માંગ છે કે પરિયા અંબાચ કરવડ રોડ દુરસ્ત કરવામાં આવે નહિ તો આગામી દિવસ માં લોકો ચૂંટણી નો બહિષ્કાર કરે તો નવાઈ નહિ ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!