
ડુંગરા પોલીસેને પૂર્વ બાતમીને આધારે વાપી નેશનલ હાઇવે સલવાવ ફલાય ઓવરના સુરત તરફના ટ્રેક ઉપર એક કન્ટેનર અટકાવી તાપસ કરતા તેમાંથી 265 બોક્ષમાં ભરી સુરત તરફ લઈ જવાતો અધધ કહી શકાય એટલો 8 લાખ 19 હજાર 600 રૂપિયાનો દારૂ સાથે ચાલકને ઝડપી લીધો હતો
ડુંગરા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ સિંહ નાગભા ડાભી,હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ,તેમજ કનકસિંહ અને કપિલ દેવ સહિત પેટ્રોલિંગના હતા ત્યારે બાતમી મળી હતી કે એક કન્ટેનર દમણથી મોહનગામ થઈ સુરત જનાર છે અંતર્ગત તેઓ સલવાવ નેશનલ હાઇવે નજીક વોચમાં હતા ત્યારે કન્ટેનર નંબર એમ એચ 04 જે કે 9136 આવી પહોંચતા તેને લાકડી વડે ઈશારો કરી અટકાવતા પંચ રૂબરૂ કન્ટેનર ખોલી ચેક કરતા તેમાં ભરેલા કુલ 265 બોક્ષમાં ભરતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન નંગ 10,752 બોટલો જેની અંદાજિત કિંમત 8,19,600 રૂપિયા તથા કન્ટેનર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 18,24,600નો મુદ્દમાલ કબ્જે લઈ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે





